Ahmedabad News/ આધુનિક યુગમાં સાઈબર ક્રાઇમના બનાવોનું પ્રમાણ વધ્યું, શું આવનારા સમયમાં કાબુમાં રાખવો મુશ્કેલ થશે?

અમદાવાદમાં સૌથી વધુ સાઇબર ક્રાઇમના ગુના વર્ષ 2024માં રજીસ્ટર થયા છે

Gujarat Ahmedabad

Ahmedabad News : ગુજરાત જે છેલ્લા દાયકાથી દરેક ક્ષેત્રે પોતાની આગવી ભુમિકા અદા કરી રહ્યું છે.  બીજીતરફ  ટેક્નોલોજીના વ્યાપે વિકાસની ગતિ બમણી કરી નાખી છે. આધુનિકતામાં વધારો થતાં તેમજ ઈન્ટરનેટના ઉપયોગથી લોકોના કાર્ય સરળ અને ઝડપી થઈ રહ્યા છે .બીજીતરફ ટેક્નોલોજીના વ્યાપની સાથે દિવસે-દિવસે વધતો સાઈબર ક્રાઇમ ચિંતાનો વિષય બન્યો છે. મોટા શહેરમાં રહેતા અને ટેક્નોલોજીના આધારે પોતાનું જીવન ગુજારતા દરેક વ્યક્તિ પર કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા પહેલા વિશ્વાસ મુક્તા લોકો સૌથી વધુ સાઈબર ક્રાઇમનો શિકાર બનતા હોય છે.

અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી સાઇબર ક્રાઇમના ગુનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે આંકડાકીય માહિતી અનુસાર સૌથી વધુ સાઈબર ક્રાઇમનો શિકાર વૃદ્ધ અને મહિલાઓ બનતી હોય છે. સાયબર ગઠિયાઓ બનાવટી પોલીસ બની તેમજ અન્ય પ્રકારે બ્લેકમેઇલ કરી ફસાવવામાં આવે છે, મુખ્યત્વે હાલના યુગમાં ટૂંક સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચને કારણે પણ લોકો સાઈબર ક્રાઇમનો શિકાર બનતા હોય છે.

તેમાંપણ ડિજીટલ એરેસ્ટ કરીને લોકોને કલાકો સુધી બાનમાં રાખી ધમકાવીને નાણાં પડાવવામાંઆવતા હોય છે. અમદાવાદની વાત કરીએ તો વર્ષ 2021 બાદ સાઈબર ક્રાઇમમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આંકડાકીય માહિતી પ્રમાણે અમદાવાદમાં સૌથી વધુ સાઇબર ક્રાઇમના ગુના વર્ષ 2024માં રજીસ્ટર થયા છે.

છેલ્લા પાંચ વર્ષમાં ગુનાનો વધતો 

વર્ષ રજીસ્ટર ગુનાઓની સંખ્યા
2021 157
2022 155
2023 180
2024 198
2025 148 (ઓકટોબર મહિના સુધી)

છેલ્લા 5 વર્ષમાં અમદાવાદમાં નોંધાયેલ સાઈબર ક્રાઇમના ગુનાઓ દર્શાવે છે કે દર વર્ષે સાઈબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવાર-નવાર સોશિયલ મીડિયા મારફતે પોલીસ વિભાગ જાગૃતિ ફેલાવનારી રીલ,પોસ્ટ તેમજ યૂટ્યૂબ વિડીયો દ્વારા પણ લોકોને જાગૃત કરે છે, છત્તા લોકો લોભામણી લાલચનો શિકાર બને છે. તેનીસાથે ડિજિટલ એરેસ્ટના કિસ્સામાં પણ બનાવટી પોલીસથી ડરી લોકો પૈસા ટ્રાન્સફર કરી આપે છે. અંતમાં જાણવા મળે છે કે જે વ્યક્તિએ ધાક-ધમકી આપી હતી તે કોઈ અધિકારી નહીં પણ સાઈબર ઠગ છે જે લોકોને છેતરી ડરાવી ધમકાવી પૈસા પડાવે છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ જેવા મોટા શહેરમાં સાઈબર ક્રાઇમના વધતાં કેસો ચિંતાનો વિષય છે અને તેનાથી પણ વધારે જટિલ પ્રશ્ન છે સાઈબર ક્રાઇમને અટકાવવો, જ્યારે લોકોમાં જાગૃતિ આવશે તેનીસાથે હવે સાઇબર ક્રાઇમ પણ સતત કાર્યરત છે અને છેતરપિંડી કરનાર સુધી ઝડપી પહોંચી કાર્યવાહી કરે છે, પણ હજી વધુ ધ્યાન કેન્દ્રિત કરી સાઈબર ગુનાઓને અટકાવવાનો પ્રયાસ કરવો અત્યંત જરૂરી છે.

@પાર્થ વ્યાસ, અમદાવાદ 

8-11-2025, શુક્રવાર 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બે જિલ્લા પંચાયતો સહિત રાજ્યની 75 નગરપાલિકાઓની થશે ચૂંટણી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના જિલ્લા – તાલુકા પંચાયતોના માળખાને વધુ સંગીન બનાવવાનો અભિગમ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદિજાતિ વિસ્તારના જિલ્લાઓ માટેના મોબાઈલ મેડિકલ વાનો ને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું