Bhuj News:ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અન્વયે “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં COTPA-2003 (Cigarettes and Other Tobacco Products Act, 2003)ના નિયમો વિશે માર્ગદર્શન તથા મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી.જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી, જયશ્રી કરમટા, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એમ.ટી.એસ. કૌશિક સુતરીયા આંગણવાડી વર્કર જાગૃતિબેન મૂછડિયા હાજર રહ્યા હતાં. કાર્યક્રમના (Program) અંતે પરિવાર, સમાજ, રાષ્ટ્ર તમાકુ મુક્ત બને તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. તમાકુના વ્યસનથી કેન્સર, શ્વાસની તકલીફ, બ્રોનકાઈટીસ, કાયમી ખાંસી, ન્યુમોનિયાની તકલીફ થાય છે. પાન-મસાલા, ગુટખાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત, અન્નનળી, સ્વર પેટી, સ્વાદુપીંડ વગેરેને પણ અસર થાય છે.
આ પણ વાંચોઃકચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત
આ પણ વાંચોઃભચાઉમાં જન્માષ્ટમી ઉજવણી દરમિયાન અકસ્માત, મટકીફોડ કાર્યક્રમમાં વીજ થાંભલો પડતાં એક બાળકનું મોત
આ પણ વાંચોઃભચાઉમાં આવેલ લાકડીયા પાસેથી ઝડપાયેલ રૂ 1 કરોડના માદક પદાર્થોનો નાશ કરાયો
