Gujarat News/ દિલ્હીમાં બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાત એલર્ટ પર : પોલીસ એક્શનમાં, રાજ્યના મોટા શહેરોમાં પોલીસ એલર્ટ મોડમાં

પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે

Top Stories Gujarat

Gujarat News : દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શનમાં, રાજ્યના મોટા શહેરોમાં પોલીસ એલર્ટ મોડમાં, કમિશનરે આપ્યા મહત્વના આદેશદિલ્હીમાં આજે લાલ કિલ્લા પાસે આવેલ મેટ્રો સ્ટેશન નજીક બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં 8 લોકોના મોત થયા છે. જેને લઈને દિલ્હી એનસીઆરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ અમદાવાદમાં પણ હવે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ કમિશનર દ્વારા અમદાવાદમાં તમામ પોલીસને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. શહેરમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર દ્વારા પોલીસને એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીમાં બનેલી કાર બ્લાસ્ટ ઘટના અનુસંધાને ગુજરાત પોલીસ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે.દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટનું કારણ હજુ જાણી શકાયું નથી પરંતુ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તકેદારીના ભાગરૂપે રાજ્યભરમાં એલર્ટ માટે આદેશ આપવામાં આવ્યા છે.ખાસ કરીને મહાનગરો અને રાજ્યના એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તેમજ શહેર જિલ્લાના તમામ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ પર નાકાબંધી, વાહન ચેકીંગ, પોલીસ પેટ્રોલિંગ અને પોલીસ પ્રેઝન્સ માટે તમામ શહેર જિલ્લા પોલીસના વડાશ્રીઓને સૂચના આપવામાં આવી છે.

અમદાવાદ સિવાય વડોદરા, રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પોલીસ કમિશનર દ્વારા રાજ્યના મોટા શહેરોમાં પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યું છે.
દિલ્હીમાં થયેલો બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે ચારે તરફ તેનો કાટમાળ ફેલાયેલો પડ્યો હતો. આગની જ્વાળાઓ પણ દેખાઈ રહી છે. બ્લાસ્ટની ગંભીરતા જોતા દિલ્હી-એનસીઆરમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધું છે. નોઈડા અને ગુરુગ્રામ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે.

આ બ્લાસ્ટ પછી આજુબાજુમાં ઊભેલી કારના પણ કાચ તૂટી ગયા હતા. જે સમયે આ બ્લાસ્ટ થયો, તે સમયે ત્યાં ખૂબ ભીડ હતી. 2-3 ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. બ્લાસ્ટ કારમાં લાગેલી સીએનજીથી થયો છે કે અન્ય કારણોથી, હાલમાં જાણી શકાયું નથી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે આવી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો થઈ રહ્યા છે.લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. શરૂઆતની તપાસમાં આ મામલો ખાલી લોકલ બ્લાસ્ટ નથી લાગતો. આ બ્લાસ્ટ એવા સમયે થયો છે, જ્યારે આજે જ દિલ્હીથી અડીને આવેલા ફરીદાબાદમાં 2900 કિલો અમોનિયા નાઈટ્રેટ મળ્યું છે.

જોકે બંને ઘટનાઓ હાલમાં જોડવી થોડી ઉતાવળ ગણાશે. અમોનિયમ નાઈટ્રેટ એ જ કેમિકલ છે, જે મોટા ભાગે વિસ્ફોટક બનાવવામાં ઉપયોગ થાય છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ અમોનિયમ નાઈટ્રેટ અલગ અલગ સૂટકેસો અને પ્લાસ્ટિક કન્ટેનરોમાં ભરેલું હતું.ફોરેન્સિક અને ટેક્નિકલ એક્સપર્ટ પણ ઘટનાસ્થળે પહોંચી રહ્યા છે, એ તપાસ કરશે કે આખરે આ બ્લાસ્ટ કેવી રીતે થયો છે. ગૃહમંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલ કિલ્લા નજીક જોરદાર અવાજ સંભળાયો, જે બાદ આગ લાગી છે. કયા કારણે આ બ્લાસ્ટ થયો છે, તેની તપાસ તાત્કાલિક પ્રભાવથી કેન્દ્રીય એજન્સીઓ દ્વારા પણ શરુ કરી દીધી છે.

બીજીતરફ પીએમ મોદીએ ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી વાત હતી. તેમણે અમિત શાહ પાસેથી બ્લાસ્ટ અંગે જાણકારી મેળવી હતી. દરમિયાન આતંકી બ્લાસ્ટની આશંકા વ્યક્ત કરવામાંઆવી રહી છે. જેને લઈને NIAની ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે. તે સિવાય દિલ્લી પોલીસે એક શંકાસ્પદની અટકાયત કરી છે.
DGPએ દિલ્લી બ્લાસ્ટ પછી સમગ્ર ગુજરાત એલર્ટ પર જાહેર કર્યું હતું.

આ અંગે DGPવિકાસ સહાયે મંતવ્ય ન્યુઝ સાથે પુષ્ટી કરી હતી. જોમાં સાવચેતી રૂપે સમગ્ર ગુજરાત એલર્ટ કરાયું હોવાનું તેમણે કહ્યું હતું. જેને લઈને વાહન ચેકીંગ અને ભીડભાડ વાળી જગ્યા પર પોલીસ એલર્ટ પર છે. તે સિવાય ગુજરાતમાં ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવામાં આવી જેમાં અંબાજી , સોમનાથ , દ્વારકાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્લી બ્લાસ્ટમાં 8 લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગાંધીનગર:મહાત્મા મંદિર રોડ ઉપર થયો ગમખ્વાર અકસ્માત

આ પણ વાંચો:યુપીના મુઝફ્ફરનગરમાં ગમખ્વાર કાર અકસ્માત: ગાંધીનગરથી કેદારનાથ જતાં 4 મિત્રોનું મોત, 1 ગંભીર રીતે ઘાયલ

આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતમાં 2નાં ઘટનાસ્થળે મોત