New Delhi News/ દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસ ગૃહ મંત્રાલયે NIAને સોંપી તપાસ, અત્યાર સુધી 10ના મોત

આ કાર બ્લાસ્ટમાં 9 જણાના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

Top Stories India

New Delhi News : દિલ્હીમાં બ્લાસ્ટને લઇને ગૃહમંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહમંત્રાલયે NIAને તપાસ સોંપી છે. હવે NIA સમગ્ર મામલે તપાસ કરશે. થોડા સમય બાદ ગૃહમંત્રાલયની વધુ એક બેઠક મળશે, જેમાં તપાસ એજન્સીના અધિકારીઓ હાજર છે. ગૃહમંત્રીએ આપેલા દિશા નિર્દેશોને લઇને ચર્ચાઓ થઇ રહી છે.

સોમવારે થયો હતો બ્લાસ્ટ

વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આ ઘટના બાદ પીડિતોના મૃતદેહો ત્યાં વેરવિખેર મળી આવ્યા હતા. હજુ સુધી અનેક મૃતદેહોની ઓળખ થઈ શકી નથી.10 નવેમ્બર, 2025 ના રોજ, લગભગ 6.55 વાગ્યે, એક હ્યુન્ડાઇ i20 કાર લાલ ફોર્ટ મેટ્રો સ્ટેશન ગેટ નંબર 1 નજીક વિસ્ફોટ થયો. તીવ્રતા એટલી તીવ્ર હતી કે તે 5-10 કિલો વિસ્ફોટકો સમાન હતી. આ વિસ્તારમાં આ ઘટના બાદઅનેક વાહનો ફસાયા હતા.

સવારે પણ બોલાવી હતી હાઇલેવલની બેઠક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે હાઇ લેવલની બેઠક બોલાવી છે. આ બેઠકમાં એનઆઇએની ટીમ, DG તથા દિલ્હી પોલીસ કમિશનર પણ હાજરી આપવા પહોંચ્યા છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી પણ હાજરી આપવા પહોંચ્યા છે. બેઠકમાં ગૃહ સચિવ અને આઇબી ચીફ પણ હાજર રહેવાના છે.

લાલ કિલ્લો બંધ

સુરક્ષાને ધ્યાને રાખીને લાલ કિલ્લો 13 નવેમ્બર સુધી બંધ કરવામાં આવ્યો છે. તે સિવાય વિસ્ફોટને પગલે લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પણ બંધ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાર બ્લાસ્ટમાં 9 જણાના મોત થયા છે જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હી બ્લાસ્ટ : શરૂઆતી તપાસમાં આતંકી હુમલાની શંકા : સુત્ર

આ પણ વાંચો:દિલ્હીમાં બ્લાસ્ટ, બિહાર ચૂંટણીમાં વ્યસ્તતા પર પપ્પુ યાદવે મોદી-શાહના રાજીનામાની માંગ કરી

આ પણ વાંચો:દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટ: પીએમ મોદી, રાહુલ ગાંધીથી લઈને અરવિંદ કેજરીવાલ સુધી, જાણો દિલ્હી વિસ્ફોટ પર કોણે શું કહ્યું