Rajkot News : રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે. ખેડૂતો માટે આજે બેંક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાતમાં ચોમાસુ અને ત્યાર બાદ થયેલા માવઠામાં ખેતીને મોટુ નુકસાન પહોંચ્યું છે. પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ રાજ્ય સરકારે ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે.
જેમાં બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ 22 હજાર રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. ત્યારે ખેડૂતો માટે રાજકોટ જિલ્લા સહકારી બેંક દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો માટે બેંક દ્વારા ખાસ કૃષિ લોનની જાહેરાત કરવામાં આવી છે
રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, આ વખતે ચોમાસામાં ખેડૂતોના પાકને મોટુ નુકસાન થયું છે. ત્યારે રાજકોટ બેંક હંમેશા ખેડૂતોની બેંક રહી છે. ખેડૂતો માટે આજે બેંક દ્વારા કૃષિ લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બેંકના સભાસદ 2.25 લાખ ખેડૂતોને એક વર્ષ માટે શૂન્ય ટકા વ્યાજે ખાસ લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.તેમણે વધુમાં કહ્યું હતું કે, બેંકના સભાસદ ખેડૂતોને હેક્ટર દીઠ 12500 સુધીની લોન મળવાપાત્ર થશે.
જ્યારે વધુમાં વધુ 65 હજારની લોન અપાશે. રાજકોટ અને મોરબી જિલ્લાના 2.25 લાખ ખેડૂતોને આ લોન યોજનાનો લાભ મળશે. ખેડૂતોને માવઠાંથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન અતિ મહત્વની છે. ખેડૂતો પાસેથી વધારાના કોઈ કાગળો લેવામાં આવશે નહીં. જેવી રીતે ધીરાણ મેળવીએ છીએ એજ રીતે મંડળીમાં કાગળો આપીને લોન મેળવી શકાશે.
આ પણ વાંચો:સુરતમાં નકલી ઘીનો પર્દાફાશ, આરોગ્ય વિભાગની કાર્યવાહી
આ પણ વાંચો:સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતા બાઈકચાલકનું મોત, ગટર બંધ હોત તો મારો ભાઈ જીવતો હોત : મૃતકનો ભાઈ
આ પણ વાંચો:સુરત ગ્રામ્યમાં ડુપ્લિકેટ ઘીના મસમોટા જથ્થા સાથે 1.17 કરોડનો મુદ્દામાલ કબજે : બે આરોપી ઝડપાયા
