Chhota Udepur News/ સરકારના જ મંત્રીના નિવેદનથી વિવાદ, હું અહીં DSP હતો ત્યારે દારૂમાં થોડું થોડું ચલાવી લેતો, આદિવાસી તો દારૂ પીવે યાર”

આઈપીએસમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવેલા બરંડા દારૂબંધીના અમલને લઈને અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે.

Gujarat Others

Chhota Udepur News : હું અહીં DSP હતો ત્યારે દારૂમાં થોડું થોડું ચલાવી લેતો, આદિવાસી તો દારૂ પીવે યાર”, સરકારના જ મંત્રીના નિવેદનથી વિવાદગુજરાત સરકારના એક રાજ્યમંત્રી, જેઓ ભૂતકાળમાં આઈપીએસ અધિકારી રહી ચૂક્યા છે, તેમણે પોતાની જ સરકારના ‘ગૌરવગાન’ કાર્યક્રમમાં કાગળ પર રહેલી દારૂબંધીની છડેચોક પોલ ખોલી નાખતા ખળભળાટ મચી ગયો છે.

અન્ન-નાગરિક પુરવઠા રાજ્યમંત્રી પૂનમચંદ બરંડાએ છોટાઉદેપુરમાં સરકારી ‘ગૌરવ યાત્રા’ દરમિયાન આપેલા નિવેદનથી ભારે વિવાદ સર્જાયો છેનસવાડીમાં બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ ગૌરવ યાત્રામાં તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલનો હાથ પકડીને તેમની સાથેના સંબંધો વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “હું 2015માં અહીં DSP તરીકે આવ્યો ત્યારે અમારી મિત્રતા થઈ હતી.

તેઓ મને દારૂના વેચાણની ફરિયાદો કરતા ત્યારે મારે તો ચલાવી લેવુ પડે, આદિવાસી દારૂ પીવે. થોડું થોડું ચાલવાનું યાર”ભાજપની ટિકિટ પર ભિલોડામાંથી પહેલી જ ટર્મના ગુજરાતના ધારાસભ્ય બન્યા બાદ સીધા જ રાજ્ય સરકારમાં મંત્રીપદે પહોંચેલા પૂર્વ આઈપીએસ અધિકારી પૂનમચંદ બરંડાએ છોટાઉદેપુરમાં એક સભાને સંબોધતા ચોંકાવનારું નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે. તેમણે કહ્યું હતું કે “હું અહીં DSP હતો ત્યારે દારૂમાં થોડું થોડું ચલાવી લેતો, આદિવાસી તો દારૂ પીવે યાર!”

રાજ્યકક્ષાના આ મંત્રીએ સરકારી કાર્યક્રમમાં આપેલા નિવેદનથી એકસાથે ત્રણ મુદ્દાઓ પર સવાલો ઊભા થયા છે. જેમાં પોતાની જ સરકારના શાસનમાં દારૂબંધીની સ્થિતિ, DSP તરીકે કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં છૂટછાટ આપવી અને ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલી દારૂબંધીની સચ્ચાઈ સરેઆમ જાહેર કરી એ ત્રણેયનો ભાંડો ફોડી કાઢ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આઈપીએસમાંથી રાજીનામું આપીને રાજકારણમાં આવેલા બરંડા દારૂબંધીના અમલને લઈને અગાઉ પણ વિવાદોમાં રહ્યા છે. હવે આ વીડિયો વાયરલ થતાં, તેમણે ‘દારૂ અને દોસ્તી’ની વાતો કરીને ભાજપ અને પોતાનું પોત પ્રકાશ્યું હોવાનું ચિત્ર સર્જાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં રાષ્ટ્રવિરોધી આરોપીઓની તપાસ કરવા આદેશ!

આ પણ વાંચો:ઓપરેશન સિંદૂર દરમિયાન ગુજરાતમાં સોશિયલ મીડિયા પર રાષ્ટ્રવિરોધી પોસ્ટ કરનાર ૧૪ લોકો સામે FIR દાખલ

આ પણ વાંચો:‘હરિપ્રસાદ હિંદુ નથી, તે રાષ્ટ્રવિરોધી છે; BJP MLAનો મોટો હુમલો