Navsari News/ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે નવસારી શહેર ખાતે નવનિર્મિત બસ ટર્મિનલનું લોકાર્પણ

રૂ.82.07 કરોડના ખર્ચે નિર્માણ પામેલ નવસારી બસપોર્ટ અધ્યતન સુવિધાઓ સાથે સજ્જ

Gujarat Others

Navsari News :  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તા.25મી નવેમ્બરના રોજ નવસારી મુખ્ય મથકે રૂપિયા 475.08 કરોડના વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ તથા જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને લાભ વિતરણ સહિતના કાર્યક્રમોમાં હાજરી આપશે.

મુખ્યમંત્રી સાંજે 4.00 વાગે રૂ.82.07 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અધ્યતન સુવિધાઓથી સજ્જ નવસારી બસ-પોર્ટનું લોકાર્પણ કરશે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ અને મેસર્સ ડી.આર.એ. નવસારી દ્રારા પીપીધોરણે નિર્માણ પામેલા આઈકોનિક બસપોર્ટ 29,510 ચો.મી. વિસ્તાર ધરાવે છે. આ પ્રોજેક્ટમાં આધુનિક સુવિધાઓ સાથે 05 માળનો સંકુલ તૈયાર કરવામાં આવ્યો છે.

જેમાં 16 પ્લેટફોર્મ, ઇન્કવાયરી–રીઝર્વેશન–ટુરિસ્ટ માહિતી કેન્દ્ર, વહીવટી ઓફિસ, કેન્ટીન–રિટેલ સ્પેસ, જનરલ અને લેડીઝ બેઠક વ્યવસ્થા, ડોર્મિટરી, મુસાફરો માટે આધુનિક શૌચાલય સુવિધાઓ, RCC પાર્કિંગ, CCTV સુરક્ષા સિસ્ટમ, ડિજિટલ ડિસ્પ્લે અને વેરીએબલ મેસેજ બોર્ડ સામેલ છે.

ફૂડકોર્ટ, રિટેઇલ મોલ, મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ ઓફિસ અને બજેટ હોટલ જેવી સુવિધાઓથી સજ્જ આ ટર્મિનલ મુસાફરોને સુયોગ્ય અનુભવ આપી નવસારીના શહેરી વિકાસમાં મહત્વનું યોગદાન આપશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ

AMTS સ્ટેન્ડનું લોકાર્પણ/AMTS બસના ટર્મિનલનું થશે લોકાર્પણ લાલ દરવાજા બસ ટર્મિનલનું કરશે લોકાર્પણ CM ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં રહેશે હાજર હેરિટેજ લૂક પર તૈયાર થયું છે AMTS બસ

સુરતમાં બે નવા બસ ટર્મિનલ/સુરતઃ શહેરમાં 2 ટર્મિનલ બનાવાનું આયોજન સિટી બસની કનેક્ટિવિટી માટે ટર્મિનલ બનાવાનું આયોજન અલથાણ અને પાલનપુર ટર્મિનલ શરૂ કરાશે અલથાણ

dehgam/દહેગામવાસીઓની માટે આનંદો, જલ્દી જ દહેગામ-નરોડા વચ્ચે AMTS બસ શરુ થાય તેવી શક્યતા