Ahmedabad News/ અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, ચાલુ મહિને મેલેરિયાના 103 કેસ નોંધાયા

ડોક્ટરો અનુસાર બેવડી ઋતુએ અમદાવાદમાં રોગચાળામાં વધારો કરવામાં ફાળો આપ્યો છે.સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ વાયરલ ચેપના 700 કેસ નોંધાઈ રહ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: રાજ્યમાં લોકો મૂંઝવણમાં છે. રાત્રે ખૂબ જ ઠંડી હોય છે, જ્યારે બપોરની ગરમીમાં પંખા જરૂરી હોય છે. બેવડી ઋતુ રોગચાળામાં વધારો કરવામાં ફાળો આપી રહી છે. વધતા જતા રોગચાળાને કારણે અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.

અમદાવાદમાં લોકો હાલમાં બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે, જેના કારણે વાયરલ ચેપ, શરદી, ખાંસી અને તાવથી પીડાતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.બેવડી ઋતુએ અમદાવાદમાં (Ahmedabad) રોગચાળામાં વધારો કરવામાં ફાળો આપ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં દરરોજ વાયરલ ચેપના 700 કેસ નોંધાઈ રહ્યા છે. ગયા અઠવાડિયે, સોલા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં 14,122 દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 1,081 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા હતા. વધુમાં, સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola Civil Hospital) 14 ડેન્ગ્યુના દર્દીઓ દાખલ થયા હતા.અને મેલેરિયાના 103 કેસ નોંધાયા હતા. બાળરોગ વિભાગમાં ઓપીડીમાં 50 થી વધુ દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 15 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાં પ્રદૂષણ વધ્યું છે. આ કારણે પ્રદૂષિત હવાને કારણે શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં વધારો થયો છે. શ્વાસ લેવામાં તકલીફના કેસોમાં 10 થી 15 ટકાનો વધારો થયો છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. સરકારી હોસ્પિટલોમાં વાયરલ ચેપના કેસોમાં વધારો થયાના અહેવાલો બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.

ડોકટરોએ બાળકો અને વૃદ્ધોને ધુમાડાવાળા વાતાવરણમાં બહાર ન જવા અપીલ કરી છે. આ સાથે, લોકોને ગરમ ખોરાક ખાવા અને ગરમ કપડાં પહેરવા પણ કહ્યું છે. તેમજ તેમણે બહારનો ખોરાક ન ખાવાની પણ અપીલ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ચારનાં મોત

આ પણ વાંચો:રાજકોટમાં વેગ પકડતો રોગચાળો, સામાન્ય તાવના 631 કેસ

આ પણ વાંચો:સુરતમાં આરોગ્ય વિભાગ રોગચાળો ફાટી નીકળતો અટકાવવા એક્શનમાં