National News : મેરી ડી’કોસ્ટા નામની યએક યુવતીએ એક પોસ્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં મેરી ડી’કોસ્ટાએ તે “એ કોરિયોગ્રાફર નથી” જેની ચેટ વાયરલ થઈ રહી હતી અને તેનો સંદર્ભ ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યો હતો,એવો દાવો કર્યો છે. વધુમાં તેણે “મારી અને મુછલ વચ્ચે એવી કોઈ વાતચીત નહોતી જેને ખોટી રીતે લઈ શકાય, એમ કહ્યું હતું.
ડી’કોસ્ટાએ પોસ્ટમાં લખ્યું હતું કે આ ચેટનો પર્દાફાશ મેં જુલાઈમાં કર્યો હતો. જોકે કોઈ તે સમયે તેને ઓળખતું ન હતું. જેને કારણે તે ફેલાઈ ન હતી.
કોરિયોગ્રાફરની અફવા સામે આવતા તેણીને લાગ્યું કે સત્ય કહેવાનો સમય આવી ગયો છે, એમ તેણીએ ઉમેર્યું હતું.
હું એ છોકરી નથી જેની સાથે તેણે છેતરપિંડી કરી હતી,એમ વધુમાં પોસ્ટમાં મેરી ડી’કોસ્ટાએ દાવો કર્યો હતો. , તેણીએ સ્મૃતિની પ્રશંસા કરી હતી અને કહ્યું કે તે બીજી સ્ત્રીને દુઃખ પહોંચાડવાની કલ્પના પણ કરી શકતી નથી. અફવાઓ કે ખોટી માહિતી ન ફેલાવવા અથવા તેના ફોટાનો ઉપયોગ ન કરે તેવી ડી’કોસ્ટાએ મીડિયાને વિનંતી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની પ્રોફાઈલમાંથી તેના સગાઈના ફોટા, લગ્ન સંબંધિત ફોટા અને વીડિયો સમૃતિ મંધાનાએ દૂર કર્યા છે. જેમીમા રોડ્રિગ્સે પણ સગાઈના વીડિયો અને ફોટા કાઢી નાખ્યા છે.જે તેના નજીકના મિત્ર અને ભારતીય ખેલાડી છે.
દરમિયાન હૃદય રોગની તકલીફ થતા ક્રિકેટર સમૃતિ મંધાનાના પિતાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બીજીતરફ વાયરલ ચેપ ઉપરાંત એસીડીટીની સારવાર માટે પલાશને પણ હોસ્પિટલમાંદાખલ કરાયા હતા. જોકે એક દિવસ બાદ પલાશને રજા અપાઈ હતી. જ્યારે સમૃતિના પિતાને મંગળવારે હોસ્પિટલમાંથી રજા આપવામાંઆવી હતી.
ડી’કોસ્ટાએ તેઓ ફક્ત એક મહિના માટે 29 એપ્રિલથી 30 મે, 2025 સુધી સંપર્કમાં હતા બાકી તે ક્યારેય ગાયક પલાશ મુચ્છલને મળી નથી, એવો પોસ્ટમાંદાવો કર્યો હતો.જેની સાથે પલાશ કથિત રીતે ચેટ કરી રહ્યો છે, તે એ કોરિયોગ્રાફર નથી, એવી તેણીએ સ્પષ્ટતા કરી હતી.
