uttarpradesh/ યુવતીની છેડતી થઈ રહી હતી લોકો વિડીયો ઉતારી રહ્યા હતા

દિલ્હીથી મેરઠ આવેલી યુવતીઓ સાથે શરમજનક ઘટના

Top Stories India

 

Uttarpradesh News : ઉત્તરપ્રદેશના મેરઠમાં 3 યુવતીઓ સાતે છેડતીનો બનાવ સામે આવ્યો છે. મેરઠના પરતાપુર ખાતે દિલ્હીથી મેરઠમાં સંબંધીઓને ત્યાં આવેલી ત્રણ યુવતીઓ સાથે છેડતી બાદ અશ્લિલ હરકતો કરવામાં આવી હતી. યુવતીઓએ વિરોધ કરતા બદમાશોએ યુવતીઓની મારઝૂડ કરી હતી જેમાં બે યુવતીના દાંત તૂટી ગયા હતા. યુવતીઓ લોહીલુહાણ થતા આરોપીઓ ભાગી ગયા હતા. ઘટનાસ્થળે એકઠી થયેલી ભીડ કેવળ વિડીયો બનાવી રહી હતી અને કોઈએ પણ યુવતીઓને બચાવવામાં મદદ કરી ન હતી.

બાદમાં આ યુવતીઓ નજીકની ઘાટ પોલીસ ચોકી પર પહોંચી હતી. જોકે ત્યાં કોઈ પોલીસ કર્મચારી હતા નહી. બાદમાં રાહદારીઓની મદદથી ત્રણેય હોસ્પિટલ પહોંચી હતી. સારવાર બાદ તે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાસ્થલ નજીકના સીસીટીવી ચેક કરવાનું શરૂ કર્યું છે.

સ્થાનિક દુકાનદારોએ નામ ન આપવાની શરતે કહ્યું કે આરોપીઓ આસપાસના જ રહેવાસી છે. તે દારૂ પીને અવારનવાર યુવતીઓની છેડતી કરે છે. જો કોઈ વિરોધ કરે તો તેમને પણ આ શખ્સો મારઝુડ કરે છે. યુવતીઓ દિલ્હીના સીલમપુરથી અહીં પોતાના સંબંધીઓના ઘરે આવી હતી.

પરતાપુરના થાણા પ્રભારીએ કહ્યું કે સીસીટીવી અને સ્થાનિક લોકોની મદદથી આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. જલ્દીથી તેમને ઝડપી લેવાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં 

આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો

આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ