Surat News/ સુરતના અમરોલીના કોસાડ આવાસમાં મોડી રાત્રે પોલીસ નું મોટું કોમ્બિંગ ઓપરેશન

સુરત અમરોલી કોસાડ આવાસ H-1 અને H-2 ખાતે મોડી રાત્રે પોલીસ કોમ્બિંગ ઓપરેશનમાં 5 તડીપાર આરોપીઓ ઝડપાયા છે. 30 વિરુદ્ધ કેસ નોંધાયા.

Top Stories Gujarat Surat
સુરત પોલીસ કોમ્બિંગ

Surat News: સુરત શહેરમાં અપરાધિક પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ વધુ સક્રિય બની છે. આ જ કડીમાં ગઈ રાત્રે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના કોસાડ આવાસ H-1 અને H-2 સોસાયટીમાં મોડી રાત્રે વિશાળ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન હિસ્ટ્રીશીટર, MCR (મની લોન્ડરિંગ કેસ રજિસ્ટર), ટપોરી તત્વો તેમજ માથાભારે શખ્સોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

પોલીસે કોમ્બિંગ દરમિયાન પાંચ તડીપાર આરોપીઓ ઝડપ્યા

આ કોમ્બિંગમાં સૌથી મોટી સફળતા તરીકે પાંચ તડીપાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય લગભગ 30 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે હથિયારો, દારૂની બાટલીઓ તેમજ અન્ય પુરાવા કબજે કર્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

આ ઓપરેશનનું નેતૃત્વ ઝોન-3ના DCP, ACP અને પાંચ પોલીસ સ્ટેશનના PIએ કર્યું હતું. તેમની સાથે અમરોલી, ઉમરા, વરછા, કાપોદ્રા અને ડિંડોલી સહિત પાંચ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) પણ મોટી સંખ્યામાં સ્ટાફ સાથે હાજર રહ્યા હતા. રાતના 11 વાગ્યા પછી શરૂ થયેલું આ ઓપરેશન લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યું હતું.

આ સાથે જ સુરતમાં વધુ એક ડ્રાઈવ યોજાઈ હતી જેમાં  સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતની ચોક્કસ સૂચનાઓને અનુસરીને, સુરત શહેરના વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસે એક મોટી ઝુંબેશ હાથ ધરી હતી.આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય એવા વાહનચાલકો સામે કડક કાર્યવાહી કરવાનો હતો જેઓ વધુ પડતા હોર્ન વગાડીને અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હતા.

આ ઝુંબેશ દરમિયાન, ટ્રાફિક પોલીસે ખાસ કરીને એવા ઓટો-રિક્ષા ચાલકોને નિશાન બનાવ્યા હતા જેઓ મોટેથી અને મોટા અવાજે હોર્ન વગાડી રહ્યા હતા. વધુ પડતા હોર્ન વગાડવાથી થતા ધ્વનિ પ્રદૂષણના મુદ્દાને ગંભીરતાથી લેતા, પોલીસે ઘણા ઓટો-રિક્ષા ચાલકોને દંડ ફટકાર્યો હતો. પોલીસ કમિશનર અનુપમ ગેહલોત અનુસાર, ધ્વનિ પ્રદૂષણમાં ફાળો આપતા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરત/ બર્થ ડે પાર્ટીમાં પોલિસે રંગમાં ભંગ પાડ્યો,દારૂ પીતા 14 લોકો પકડાયા

આ પણ વાંચો:સુરત મહાનગરની સૂચિત પાર્કિંગ પોલિસીને સરકારની મંજૂરી

આ પણ વાંચો:સુરત:2 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા સચિન વિસ્તારની ચોંકાવનારી ઘટના સચિન પોલિસે આરોપીની ધરપકડ કરી બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ