Vadodara News/ બિહારથી મુંબઇ આવતી સ્પેશિયલ ટ્રેન માંથી18 બાળકો, 11 સગીરનું રેસ્ક્યૂ કરાયું

બિહારના કટિહાર જિલ્લામાંથી એક ખાસ ટ્રેન આવી હતી, અને બાળ કલ્યાણ સંગઠનને માહિતી મળી હતી કે 18 બાળકોની તસ્કરી થઈ રહી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
બાળકો

Vadodara News:વડોદરા રેલ્વે પોલીસ, RPF અને બાળ કલ્યાણ ટીમે સંયુક્ત રીતે બિહારના કટિયા જિલ્લામાંથી ખાસ ટ્રેનમાં આવેલા 18 બાળકોને બચાવ્યાની ઘટના સામે આવી છે.આમાંથી અગિયાર બાળકો સગીર છે.બાળ તસ્કરીની શંકાના આધારે, પોલીસે તેમને વડોદરા લાવ્યા બાદ પૂછપરછ શરૂ કરી છે.

આ નાના બાળકો (Children) ક્યાં જઈ રહ્યા હતા? તેઓ તેમના સંબંધીઓ પાસે એકલા જઈ રહ્યા હતા? શું આ બાળ તસ્કરી રેકેટ છે? રેલવે પોલીસ હાલમાં પોલીસ આ બધા પાસાઓની તપાસ કરી રહી છે.બચાવાયેલા બાળકો સહિત તમામ લોકો કોઈ બાળ તસ્કરી ગેંગનો ભોગ બન્યા હતા કે કેમ તે નક્કી કરવા માટે પણ સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.

બાળકોને મળ્યું નવું જીવન 

બિહારના કટિયા જિલ્લામાંથી એક ખાસ ટ્રેન આવી હતી, અને બાળ કલ્યાણ સંગઠનને માહિતી મળી હતી કે 18 બાળકોની તસ્કરી થઈ રહી છે. આ માહિતીના આધારે, વડોદરા રેલ્વે પોલીસે બાળ કલ્યાણ સંગઠન અને RPFના સહયોગથી 18 બાળકોને બચાવ્યા. 18 બાળકોમાંથી 7 બાળકો 18 વર્ષથી વધુ ઉંમરના છે અને 11 બાળકો 18 વર્ષથી ઓછી ઉંમરના છે.

પોલીસે આ બધાની વિગતવાર પૂછપરછ કરી હતી,પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ કહ્યું કે તેમના સંબંધીઓ સુરતમાં (Surat) રહે છે અને વિવિધ નોકરીઓ અને મજૂરી કરે છે, અને તેમના સંબંધીઓએ તેમને ત્યાં બોલાવ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું કોઈએ તેમને ટ્રેનમાં બેસાડ્યા હતા, ત્યારે તેઓએ કહ્યું કે તેઓ પોતે જ ટ્રેનમાં ચઢ્યા હતા. બાળ કલ્યાણ સંગઠન સાથે મળીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ પ્રારંભિક પૂછપરછ છે, અને વધુ તપાસ પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દિલ્હીમાં બાળ તસ્કરી કેસમાં CBIના દરોડા, હોસ્પિટલમાંથી બાળકો ગુમ થવાની ઘટનાઓ વધતા હાથ ધરી તપાસ

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો: દાહોદમાં બાળ તસ્કરીના આંતર રાજ્ય ગેંગનો પર્દાફાશ, બાળકોને ઉઠાવી મંગાવતા હતા ભીખ