Godhara News: ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીને ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના વડા તરીકે નીમવામાં આવ્યા છે. આ સમિતિ રાજ્ય વિધાનસભાની સૌથી મહત્વપૂર્ણ નાણાકીય સમિતિઓમાંની એક છે.
સી કે રાઉલજીની નિમણૂક તેમના વ્યાપક રાજકીય અનુભવ અને વહીવટી કુનેહને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમને રાજ્યના નાણાકીય બાબતોનું નિરીક્ષણ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ જાહેર નાણાકીય વહીવટને લઈને વિશાળ અનુભવ ધરાવે છે. તેમના આ અનુભવનો લાભ લીધા વગર શાસક પક્ષને પણ ચાલે તેમ નથી. તેઓ એટલા અનુભવસિદ્ધ છે કે શાસક પક્ષ માટે તેમને અવગણવા અઘરા છે.
જાહેર હિસાબ સમિતિ વિધાનસભાની સૌથી શક્તિશાળી સમિતિઓમાંની એક છે. તેનું પ્રાથમિક કાર્ય કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG) ના અહેવાલોની સમીક્ષા કરીને રાજ્ય સરકારના ખર્ચ અને હિસાબની સમીક્ષા કરવાનું છે.
આ સમિતિ સરકારી વિભાગના ખર્ચમાં પારદર્શિતા જાળવવા અને નાણાકીય અનિયમિતતાઓને રોકવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગોધરા અને પંચમહાલ જિલ્લાના રાજકીય વર્તુળોમાં તેમની નિમણૂકનું સ્વાગત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગોધરામાં પોલીસે પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા તોફાની તત્વોને કાયદાનું ભાન કરાવ્યું
આ પણ વાંચો: ચાલુ કોર્ટે ન્યાયાધીશને લાંચ આપવાનો પ્રયત્ન થતાં સનસનાટી
આ પણ વાંચો: ACBની સફળ ટ્રેપ, બહુમાળી ફલેટના વેચાણમાં લેવાતી લાંચનો ભાંડો ફૂટયો
