Kheda News/ ખેડા ACBએ 2021ની લાંચની ઘટનામાં ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો

કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન કર્મીઓએ ઘઉંથી ભરેલી ટ્રકના ડ્રાઇવર પાસેથી કાગળો ન હોવાના બહાને કેસ કરવાની ધમકી આપીને 90 હજાર રૂપિયાની લાંચ વસૂલી હતી.

Top Stories Gujarat Breaking News
લાંચ
Kheda News:ગુજરાતના ખેડા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ચાર વર્ષ જૂની લાંચની ઘટનાને આધારે ત્રણ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ કેસ 17 એપ્રિલ2021 નો છે, જેમાં કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનના તત્કાલીન કર્મીઓએ ઘઉંથી ભરેલી ટ્રકના ડ્રાઇવર પાસેથી કાગળો ન હોવાના બહાને કેસ કરવાની ધમકી આપીને 90 હજાર રૂપિયાની લાંચ વસૂલી હતી. ફરિયાદીએ વાતચીતનું ઑડિયો રેકોર્ડિંગ કરીને ACBને આપ્યું હતું, જેના આધારે લાંબી તપાસ બાદ આજે ગુનો નોંધાયો છે.આરોપીઓની વિગતોઆ કેસમાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.

ખેડા ACBએ પકડેલા ત્રણ આરોપી

રણજીતસિંહ શીવાજી ઝાલા – તત્કાલીન અન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બેલ્ટ નં. 953)

રાજેશ ભીખાભાઇ બારૈયા – તત્કાલીન આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ (બેલ્ટ નં. 281)

રાજેન્દ્રકુમાર પરબતસિંહ ગઢવી – તત્કાલીન જીઆરડી (બિન વર્ગીકૃત, તાલુકા રજી. નં. 02)

આ તમામ તત્કાલીન કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.ઘટનાનો વિગતવાર ફરિયાદી એક ટ્રક ડ્રાઇવર છે, જે તા. 17 એપ્રિલ 2021ના રોજ મોડાસાથી મુંબઈ જતો હતો. તેની ટ્રકમાં ઘઉંના કટ્ટા ભરેલા હતા. જ્યાં ખેડા જિલ્લાની રેલીયા પોલીસ ચેકપોસ્ટ પર પહોંચતાં આરોપી પોલીસકર્મીઓએ ટ્રક રોકીને ચેકિંગ કર્યું હતુ. ટ્રક અને માલસામાનના કાગળો ન હોવાનું જોઈને તેમણે ટ્રક જપ્ત કરીને કેસ કરવાની ધમકી આપી હતી.પ્રથમ તો આરોપીઓએ 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.

આરોપીઓએ લાંચ ની માંગ કરી હોદ્દાનો કર્યો દુરુપયોગ

પરંતુ ફરિયાદીની વિનંતી અને રકજક પછી રકમ 1 લાખ પર નક્કી થઈ. અંતે, આંગડિયા પેઢી દ્વારા 80 હજાર અને ફોનપે દ્વારા 10 હજાર મળીને કુલ 90 હજાર રૂપિયા લાંચ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા. ફરિયાદીએ આ તમામ વાતચીત અને લેવડ-દેવડ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કરી લીધી હતી.આ રેકોર્ડિંગને તેમને  CDમાં રજૂ કર્યા બાદ ACBએ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં ઑડિયો, ટેક્નિકલ પુરાવા મળી આવ્યા હતા, જેના આધારે આરોપીઓએ હોદ્દાનો દુરુપયોગ કરીને ગુનાહીત ગેરવર્તણુક આચરી હોવાનું સ્પષ્ટ થયું છે. ત્રણેય આરોપીઓએ એકબીજાને મદદ કરીને આ કૃત્ય કર્યું હતું.

 આ કેસમાં વિલંબ થવા પાછળનું કારણ તપાસની ઊંડાણ અને પુરાવાઓની ચકાસણી હોવાનું માનવામાં આવે છે. ગુજરાતમાં ACB પાસે ભ્રષ્ટાચારના પુરાવા તરીકે ઑડિયો-વીડિયો રેકોર્ડિંગને મહત્વ આપવામાં આવે છે, જે આ કેસમાં મુખ્ય ભૂમિકા ભજવી છે.આ ઘટના પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારની સમસ્યાને ફરી એકવાર ઉજાગર કરે છે. ACBની આ કાર્યવાહીથી સામાન્ય નાગરિકોને ભ્રષ્ટાચાર સામે લડવાનું પ્રોત્સાહન મળશે. કેસની વધુ તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડા જિલ્લામાં લાંચકાંડનો ખુલાસો, કપડવંજ ગામ પોલીસના ત્રણ કર્મચારીઓ સામે ACBનો ગુનો નોંધ્યો

આ પણ વાંચો:કોન્સ્ટેબલ સામે લાંચની માંગણી અંગે ACBએ ગુનો દાખલ કર્યો

આ પણ વાંચો:ખેડામાં પાંચ હજારની લાંચ લેતા તલાટી કમ મંત્રી ઝડપાયો