Rajkot News:રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં વર્ષ 2010માં આચરવામાં આવેલા મનરેગા (MNREGA scam) હેઠળના ભ્રષ્ટાચારના (Corruption) કૌભાંડનું ભૂત 15 વર્ષ પછી ફરી ધૂણ્યું છે. આ મામલે હાલમાં જ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ કૌભાંડ વર્ષ 2010માં ફરેણી ગામમાં મનરેગા યોજના (MNREGA Scheme) અંતર્ગત થયેલા કામોમાં ગેરરીતિઓ સાથે જોડાયેલું છે.આરોપ છે કે તત્કાલીન સમયે ગ્રામ પંચાયત દ્વારા યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરીને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો. આ મામલે પૂર્વ મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ધોરાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ધોરાજીના ફરેણી ગામમાં મનરેગા કૌભાંડ (MNREGA scam)

સૂત્રો અનુસાર, વર્ષ 2010માં ફરેણી ગામમાં મનરેગા (MNREGA) હેઠળ રસ્તા, તળાવ ખોદકામ અથવા અન્ય વિકાસ કામો દર્શાવીને નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. કામો કાગળ ઉપર તો પૂર્ણ દર્શાવવામાં આવ્યા, પરંતુ વાસ્તવિકતામાં તેમાં મોટા પાયે અનિયમિતતાઓ હતી.

આ મામલે તત્કાલીન સમયે ફરિયાદ ન થઈ હોવાથી કેસ ઠંડો પડી ગયો હતો, પરંતુ હવે કોઈક કારણસર તપાસ ફરી શરૂ થતા આ કાર્યવાહી કરવામાં આવી છે.પોલીસે આ મામલે ભ્રષ્ટાચાર, જાલસાજી અને સરકારી નાણાંની ઉચાપતના કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ અધિકારીએ જણાવ્યું કે, “15 વર્ષ જૂના મામલે પુરાવા મળી આવ્યા છે, જેના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે અને જરૂર પડ્યે વધુ આરોપીઓને પકડવામાં આવશે.”તાજેતરમાં ગુજરાતમાં મનરેગા યોજના (MNREGA) માં અનેક કૌભાંડો સામે આવ્યા છે.
આ પણ વાંચો:ખેરાલુમાં મનરેગા કૌભાંડનો પર્દાફાશ: 7-8 કરોડની ગેરરીતિઓએ ખળભળાટ મચાવ્યો
