Not Set/ અમિત શાહ આજથી 5 દિવસ ગુજરાત મુલાકાતે

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવી રહયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આજથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લખેનીય છે કે અમિત શાહ 5 દિવસમાં કુલ 36 શહેર અને જીલ્લાઓની મુલાકાત લેશે. તેઓ કચ્છના ગાંધીધામ સંબોધન કર્યુ અને ભાજપની સરકાર ફરીથી બનશે તેવો વિશ્વાસ વ્યકત […]

Top Stories

વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનુ જોર લગાવી રહયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ અમિત શાહ આજથી 5 દિવસ ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લખેનીય છે કે અમિત શાહ 5 દિવસમાં કુલ 36 શહેર અને જીલ્લાઓની મુલાકાત લેશે.

તેઓ કચ્છના ગાંધીધામ સંબોધન કર્યુ અને ભાજપની સરકાર ફરીથી બનશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે તથા ભાજપની સરકારમાં ઉત્પાદન વધ્યુ છે. કપાસ, મગફળી તથા શાકભાજી અને ફળોમાં ઉત્પાદન વધ્યુ તેમ પણ જણાવ્યુ હતુ. તો 5 નવેમ્બરના રોજ પંચમહાલ,દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીની મુલાકાત લેવાના છે અને ત્યા બેઠક પણ કરવાના છે તો 7 નવેમ્બરે રાજકોટ અને સુરતની મુલાકાતે લેશે અને સભા પણ સંબોધન કરવાના છે.

ત્યારબાદ અમિત શાહ જુનાગઢ, ખેડા અને ગીર સોમનાથમાં 8નવેમ્બરેના મુલાકાત કરશે અને ત્યા પણ જનમેદનીને સંબોધશે અને ત્યારબાદ ભરૂચ, નર્મદા, આણંદ, મહીસાગરની પણ  મુલાકાત લેવાના છે. તો 9 નવેમ્બરે જામનગર, દેવભૂમિ દ્વારકા જશે. નોંધનીય છે કે અમિત શાહ વડોદરા અને છોટા ઉટાઉદેપુરની પણ મુલાકાત લેશે.