- મહેસાણામાં 14 વર્ષીય વિદ્યાર્થી ગુમ
- સાહિલ શર્મા નામનો વિદ્યાર્થી ગુમ
- કડી સ્પ્રિંગડેલ સ્કૂલનો હતો વિદ્યાર્થી
- ધોરણ 7માં કરતો હતો અભ્યાસ
મહેસાણામાં 14 વર્ષીય વિદ્યાર્થી ગુમ થયો હોવાની ઘટના બની છે. સાહિલ શર્મા નામનો વિદ્યાર્થી ગુમ થયેલ છે. ગુમ થયેલ વિદ્યાર્થી કડી સ્પ્રિંગડેલ સ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. વિદ્યાર્થીને સ્કૂલે રાઉટર ચોરીની આશંકાથી ધમકાવ્યો હતો. પોલીસે CCTV ના આધારે વધુ તપાસ હાથ ધરી છે.મહેસાણા જિલ્લાના કડી શહેરની સ્પ્રિંગદલ સ્કૂલ માં ધોરણ 7 માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા ચકચાર મચી ગઇ છે.સ્પ્રિંગદલ સ્કૂલ ના શિક્ષક દ્વારા 14 વર્ષીય વિદ્યાર્થી ઉપર ચોરી નો આરોપ મૂક્યો હતો અને ત્યાર બાદ સ્કૂલ સંચાલકો એ ધમકી આપી ટોર્ચર કરાયો હોવાનો પિતા દ્વારા આક્ષેપ કરાયો છે.ચોરીના આરોપ અને સ્કૂલના શિક્ષકોના ટોર્ચર સાથે પોલીસ પકડાવી દેવાની ધમકી બાદ 14 વર્ષીય વિદ્યાર્થી સ્કૂલ થી સાયકલ લઈ ઘરે જવા નીકળ્યા બાદ ગુમ થતા સ્કૂલ સંચાલકો અને શિક્ષકો સામે આક્ષેપો થયા છે..તો બીજી તરફ કડી પોલીસ સ્ટેશન માં પિતા એ ફરીયાદ નોંધાવતા ગુમ વિદ્યાર્થી ની ભાળ મેળવવા કડી પોલીસે ચક્રોગતિમાન કરવા માં આવ્યા છે..ત્યારે સ્પ્રિંગદલ સ્કૂલ ના શિક્ષકો ની ધમકી અને ટોર્ચરિંગ મુદ્દે લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
આ પણ વાંચો:ગુજરાતના ગૌરવનું મંતવ્ય ન્યૂઝે કર્યુ સન્માન, CM ભુપેન્દ્ર પટેલ સહીત આ મંત્રીઓ રહ્યા ઉપસ્થિત
