Surat News: સુરતમાં 3 વર્ષના બાળકીનું મોત થયું. પીપલોદમાં રહેતા એક પરિવારની 3 વર્ષીય બાળકીને સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા હતી. જેના બાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ. જ્યાં ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ સુરતમાં 3 વર્ષની બાળકીનું મોત નિપજ્યું. આ બાળકી શહેરના પીપલોદ વિસ્તારની રહેવાસી છે. પોતાના મહતો પરિવાર સાથે રહેતી 3 વર્ષીય ખુશીકુમારીને સવારે ઉઠ્યા બાદ ઝાડા ઉલટી થવા લાગ્યા. ઘરેલુ ઉપચાર કરવા છતાં બાળકીને સારું ના થતા પરિવાર તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલના ડોક્ટરોએ બાળકીની વધુ તપાસ કરે તે પહેલાં જ તેનું મોપ નિપજયું હતું. તબીબોએ 3 વર્ષની બાળકીને મૃત જાહેર કરી. બાળકીના મોતને લઈને વધુ તપાસ થઈ શકે છે. કારણ કે બાળકીને ઝાડા-ઉલટી જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યા હતી અને અચાનક જ તેનું મોત થતા પરિવાર ચિંતિત છે. જો કે તબીબોને ચાંદીપુરા વાયરસની શંકા છે. આ આધારે તેના રીપોર્ટ કરાવવામાં આવી શકે.
ચાંદીપુરા વાયરસમાં માથું દુઃખવું, તાવ આવવો, ઝાડ-ઉલટી જેવી સમસ્યાના લક્ષણો જોવા મળે છે. બાળકીને ઝાડા-ઉલટી થયા બાદ થોડા જ સમયમાં મોત થતાં આરોગ્યતંત્ર પણ એલર્ટ થયું છે. ચાંદીપુરા વાયરસ મામલે બાળકીનું મોત થયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી શકે. નોંધનીય છે કે રાજ્યમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં અમદાવાદમાં એક બાળકનું આ વાયરસથી મોત નિપજ્યું હોવાનું મામલો સામે આવ્યો હતો. હવે સુરતમાં થયેલ આ બાળકીના મૃત્યુને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને ‘ખુરશી બચાવો બજેટ’ ગણાવ્યું
આ પણ વાંચો:મહેસાણામાં રૂ. 22 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
આ પણ વાંચો:ગુજરાતમાં ચાંદીપુરાનો ખોફ યથાવત, વાયરસ 52 બાળકોને ભરખી ગયો
