Not Set/ ડેંગ્યુનો હાહાકાર/ જામનગરમાં 6 વર્ષની બાળકીનું મોત, સુરતનાં ડે.મેયર દવાખાનામાં

ગુજરાતમાં માંદગીએ માજા મુકી છે. સમગ્ર રાજ્યમાં માંદગીનાં ખાટલા ખદબદી રહ્યા છે. હોસ્પીટલોમાં દર્દીઓ રીતસરનાં ઉભરાઇ રહ્યા હોય તોવું પ્રતિત થઇ રહ્યું છે. અને વાઇરલ અને નોર્મલ તાવની સાથે સાથે ડેંગ્યુનો હાહાકરા સમગ્ર રાજ્યમાં જોવામાં આવી રહ્યો છે. સ્વચ્છ એટલે કે પ્રમાણ ચોખ્ખા પાણીમાં ઉત્પન થતા ડેંગ્યુ ફિવરનાં મચ્છરો મોતનું તાંડવ મચાવી રહ્યા છે. ગુજરાતમાં […]

Top Stories Gujarat Others
dengue 00 3301025 835x547 m ડેંગ્યુનો હાહાકાર/ જામનગરમાં 6 વર્ષની બાળકીનું મોત, સુરતનાં ડે.મેયર દવાખાનામાં

ગુજરાતમાં માંદગીએ માજા મુકી છે. સમગ્ર રાજ્યમાં માંદગીનાં ખાટલા ખદબદી રહ્યા છે. હોસ્પીટલોમાં દર્દીઓ રીતસરનાં ઉભરાઇ રહ્યા હોય તોવું પ્રતિત થઇ રહ્યું છે. અને વાઇરલ અને નોર્મલ તાવની સાથે સાથે ડેંગ્યુનો હાહાકરા સમગ્ર રાજ્યમાં જોવામાં આવી રહ્યો છે. સ્વચ્છ એટલે કે પ્રમાણ ચોખ્ખા પાણીમાં ઉત્પન થતા ડેંગ્યુ ફિવરનાં મચ્છરો મોતનું તાંડવ મચાવી રહ્યા છે. ગુજરાતમાં ડેંગ્યુ ફિવર અનેકનાં ભોગ લઇ ચૂક્યો છે. અને હાલ પણ લઇ રહ્યો છે, તંત્ર આ મામલે ઉણું સાબિત થઇ રહ્યું છે કા તો તંત્ર લાપરવાહ થઇને મુક પ્રેક્ષકની ભૂમિકા ભજવી રહ્યું છે.

જામનગરમાં 6 વર્ષની બાળકીનું મોત

જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત જોવામાં આવી રહ્યો છે. હાલમાં જ એક મેડિકલ સ્ટુડન્ટ ડેંગ્યુનો ભોગ બની હતી, તો ફરી જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુથી વધુ એક મોત થયું છે. એક 6 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવી દઇએ કે, ડેન્ગ્યુથી મોતનો આંક 13 પર પહોંચ્યો છે. ડેન્ગ્યુને નાથવા આરોગ્ય તંત્ર પૂર્ણતા નિષ્ફળ જોવામાં આવી રહ્યું છે.

આપને જણાવી દઇએ કે જામનગર શહેરમાં ડેંગ્યુ આઉટ ઓફ કંટ્રોલ જોવામાં આવી રહ્યો છે અને બાળકીનું મોત થતા કૃષિ મંત્રી આર.સી.ફળદુએ હોસ્પીટલની મુલાકાત લીધી હતી. તો જામનગરનાં સાંસદ પૂનમબેન માડમ પણ આ સમયે સાથે હાજર રહ્યા હતા. આરોગ્ય અધિકારીઓને મંત્રીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. તો સાથે સાથે બનેએ મેડિકલ કોલેજ હોલમાં અધિકરીઓ સાથે આ મામલે બેઠક પણ યોજી હતી.

સુરતનાં ડેપ્યુટી મેયર જ આવી ગયા ડેંગ્યુની ઝપેટે 

સુરત સહિત રાજ્યભરમાં ડેંગ્યુ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સુરતનાં ડેપ્યુટી મેયર નીરવ શાહ જ ડેંગ્યુની ઝપેટમાં આવી ગયા છે. શહેરમાં ડેંગ્યુનો હાહાકાર છે અને તંત્ર દ્વારા આ મામલે કેવા પગલા લેવામાં આવી રહ્યા છે, તો ડેપ્યુટી મેયર નીરવ શાહ ડેંગ્યુની ઝપેટમાં આવી જતા આપ મેળે જ સામે આવી ગયું છે. જો કે, સુરતનાં ડેપ્યુટી મેયર નીરવ શાહ છેલ્લા 5 દિવસથી ડેન્ગ્યુની ઝપેટમાં હતા. અને ડેપ્યુટી મેયરને હવે ડેન્ગ્યુની અસરથી બહાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં 18 દિવસમાં 793 દર્દી દાખલ થાય છે.

ગુજરાતભરમાં રોગચાળાએ માજા મુકી હોવાનું અને રોગચાળાની સામે તંત્ર વામણું હોવાનું સાબિત થઇ રહ્યું છે. રાજ્યભરમાં  મેલેરિયા, વાઇરલ અને ડેંગ્યુનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો સાથે સાથે રોગચાળામાં મૃત્યુ આંકમાં પણ વઘારો થતો જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.