સંજય મહંત -મંતવ્ય ન્યુઝ
યુવાધનને બચાવવા માટે સતત કાર્ય કરી રહેલ સંસ્થા યુથ નૅશનના કાર્ય થી પ્રેરિત થઈને કોઈ ટીમ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. તેમના દ્વારા રસ્તા પર ઉતરીને લોકો ને ડ્રગ્સ ના નશા થી થતા ગેરફાયદાઓ અંગે જાગૃત કરી આવા નશાથી દૂર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી.
ડ્રગ્સ વિરોધી દિવસ ને લઇ યુથ નેશન દ્વારા અભિયાન ચલાવાઈ રહ્યું છે. આ અભિયાનની થીમ મેરા કામ, મેરા નશા રાખવામાં આવી છે. ત્યારે કોર્પોરેટ કોકોહાઈ પણ એક સામાજિક જવાબદારી તરીકે આ અભિયાનમાં પણ જોડાયું છે. આજરોજ કોકો હાઈ ની સમગ્ર ટીમ આજે વિવિધ વિસ્તારોમાં ફરી હતી. સૌના હાથ માં ડ્રગ્સ ના નશા સામે જાગૃત કરવાના સ્લોગન લખેલા પોસ્ટર અને બેનર હતા. ટીમના સદસ્યોએ શાકભાજી વાળા, રિક્ષા વાળાઓ, દુકાન વાળાઓ થી માંડીને તમામ પ્રકારની વ્યક્તિ ને ડ્રગ્સ ના નશાથી થતા નુકસાન અંગેની માહિતી આપી હતી અને આ વ્યસન થી દુર રહેવાની અપીલ સાથે લોકોને જાગૃત કર્યા હતા. જે – જે વ્યક્તિ મળી તે તમામના ડ્રગ્સ ના વ્યસન મુક્તિ માટે ના સ્લોગન લખેલા બેનર્સ સાથે ફોટો પાડ્યા હતા.
યુથ નેશન ના સ્થાપક વિકાસ દોશીએ જણાવ્યું હતું કે વ્યક્તિ ને કોઈ પણ પ્રકારનો એક નશો જરૂર હોય છે, જેમ કે કોઈને કામ કરવાનો નશો હોય, કોઈને સમાજ સેવા કરવાનો નશો હોય, કોઈને અભ્યાસનો નશો હોય, ત્યારે આવા નશા જ વ્યક્તિ રાખવા જોઈએ નહી કે ડ્રગ્સ નો નશો રાખવો જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જણાવ્યું હતું કે ડ્રગ્સ જેવા નશાની સામે લડવાની જવાબદારી એકલા પોલીસ , સરકાર કે એનજીઓ નથી, પણ આ માટે સામૂહિક પ્રયાસ ની જરૂર છે. કોર્પોરેટ કંપની કોકોહાઇ જે રીતે પ્રેરિત થઈને આ અભિયાન સાથે જોડાઈ છે તેવી જ રીતે અન્ય કંપનીઓ અને વ્યાપારિક સંસ્થાઓ પણ આગળ આવે તો ડ્રગ્સ જેવી સામાજિક બદી ને જડમુળ થી ઉખેળી શકાય એમ છે.
