Ahmedabad News: અમદાવાદમાં કાર ભાડે લઈને ઠગાઈનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આ પ્રકારે છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ અત્યાર સુધી 25 ગાડીઓની ઉઠાંતરી કરી હોવાની કબૂલાત કરી છે.
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે તેઓ બનાવટી આરસી બૂક બનાવી કાર ગીરવે મૂકતા હતા. જ્યારે વાસ્તવમાં તેમની પાસે કશું જ ન હતુ. આ કૌભાંડમાં મુખ્ય આરોપી સહિત અન્ય લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
સેલ્ફ ડ્રાઇવ કાર એપ્લિકેશન અન્ય રીતે ભાડે મૂકવા માટે કારની ઉઠાંતરી કરતી ગેંગની સામે અમદાવાદમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી હિતેશ પંચાલ અને તેની ગેંગની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓએ અત્યાર સુધીમાં અમદાવાદમાં 25 જેટલી ગાડીઓની ઉઠાંતરી કરીને બોગસ આરસી બૂક અને અન્ય દસ્તાવેજ બનાવી ગીરવે મૂકીને હોવાનું બહાર આવ્યું છે.
આ કૌભાંડનો પર્દાફાશ શહેરના બોપલમાં કાર ભાડે આપનાર વ્યવસાયી જય મકવાણાએ નોંધાવેલી ફરિયાદના પગલે થયો હતો. એક મહિના પહેલા તેમના પરિચિત મનીષ પટેલે જણાવ્યું હતું કે તેમના મિત્રને પાંચેક દિવસ માટે કાર ભાડેથી જોઈએ છે. તેઓ કાર લઈ ગયા પછી તેમણે કાર પરત આપી ન હતી અને પાંચ દિવસ પછી પણ તેમના ફોન સ્વિચ ઓફ આવતા હતા. તેથી તેણે પોલીસ ફરિયાદ કરી હતી.
ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી હતી. તેમા વેજલપુર અને એરપોર્ટ પોલીસમથકે ગુનાનો ભેદ ઉકલાયો હતો. આ કેસની પ્રાથમિક તપાસમાં તેમની મોડસ ઓપરેન્ડી જણાઈ આવી હતી. પોલીસે તેના આધારે તેઓની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: રથયાત્રા માટે ભગવાનનાં વાઘા તૈયાર, જાણો ક્યારે મંદિરના પ્રાંગણમાં વાઘા મૂકાશે
આ પણ વાંચો: અમદાવાદમાં ઠગોએ સોનાની લૂંટ આદરી
આ પણ વાંચો: કેબિનેટ મિનિસ્ટર પાટીલે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ