Not Set/ સાધ્વી પ્રાચી વિરુદ્ધ કેસ દાખલ, મુસલમાનો વિરુદ્ધ આપ્યુ હતુ ભડકાઉ ભાષણ

હિન્દુવાદી નેતા કહેવાતી સાધ્વી પ્રાચી પોતાના વિવાદિત નિવેદનોનાં કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં જ તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં બાગપતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ દાખલ થવા પાછળ તેનુ કાવડ યાત્રાને લઇને આપવામાં આવેલ ભડકાઉ ભાષણ જવાબદાર છે. પોલીસે જે બાદ એક્શન લીધી છે. બાગપતનાં દોઘત થાનામાં સાધ્વી પ્રાચી પર ભડકાઉ ભાષણ […]

India

હિન્દુવાદી નેતા કહેવાતી સાધ્વી પ્રાચી પોતાના વિવાદિત નિવેદનોનાં કારણે હંમેશા ચર્ચામાં બની રહે છે. તાજેતરમાં જ તેની વિરુદ્ધ ઉત્તર પ્રદેશનાં બાગપતમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આ કેસ દાખલ થવા પાછળ તેનુ કાવડ યાત્રાને લઇને આપવામાં આવેલ ભડકાઉ ભાષણ જવાબદાર છે. પોલીસે જે બાદ એક્શન લીધી છે. બાગપતનાં દોઘત થાનામાં સાધ્વી પ્રાચી પર ભડકાઉ ભાષણ આપવા અને બે સમાજની વચ્ચે નફરત ફેલાવવા માટે કલમ 153, 153A, 504, 188 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આપને જણાવી દઇએ કે, 24 જુલાઈનાં રોજ બાગપતનાં દાહા ગામમાં કાવડ શિવિરનું ઉદ્ઘાટન કરતા દરમિયાન સાધ્વી પ્રાચીએ એક ભડકાઉ નિવેદન આપ્યુ હતુ. સાધ્વી પ્રાચીએ કાવડિયોને મુસલમાન કારીગરોનાં હાથથી બનેલી કાવડનો બહિષ્કાર કરવાની અપીલ કરી હતી. સાધ્વી પ્રાચીએ કહ્યુ હતુ કે, હરિદ્વારમાં જે લોકો કાવડ બનાવી રહ્યા છે, તે મુસલમાન છે. કાવડિયો મુસલમાન કારીગરોનાં હાથે બનેલી કાવડ અને રાખડી ન ખરીદે. કાવડિયોએ તેમનો બહિષ્કાર કરવો જોઇએ.

ઉત્તર પ્રદેશનાં ડીજીપીએ આ ભડકાઉ ભાષણ પર એક્શન લીધુ છે. જે પછી બાગપતનાં એસપી શૈલાશ કુમાર પાંડેએ સમગ્ર મામલાની તપાસ એએસપી અનિલ કુમાર સિંહને સોંપી છે. સુત્રોનું કહેવુ છે કે, સાધ્વી પ્રાચીનાં ભડકાઉ ભાષણનાં વિડિયો ફૂટેઝને લખનઉ મોકલવામાં આવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.