INDvsAUS/ પ્રેક્ટિસ મેચમાં સદીએ મારો આત્મવિશ્વાસ વધાર્યો છે, જે મને ટેસ્ટ સીરીઝમાં કામ આવશે : રિષભ પંત

બેટ્સમેન અને ટીમમાં વિકેટ કીપરની ભૂમિકામાં દેખાતા રિષભ પંતે કહ્યું છે કે, બીજી પ્રેક્ટિસ મેચમાં તેણે બનાવેલી સદીથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે જે ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં તેના માટે સારું રહેશે…

Sports

બેટ્સમેન અને ટીમમાં વિકેટ કીપરની ભૂમિકામાં દેખાતા રિષભ પંતે કહ્યું છે કે, બીજી પ્રેક્ટિસ મેચમાં તેણે બનાવેલી સદીથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે જે ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી ચાર ટેસ્ટ મેચની શ્રેણીમાં તેના માટે સારું રહેશે. પંતે પિંક બોલથી રમેલી બીજી પ્રેક્ટિસ મેચમાં 73 બોલમાં સદી ફટકારી હતી અને તે 103 રને અણનમ રહ્યો હતો.

India vs Australia- एडम गिलक्रिस्ट की तरह हैं ऋषभ पंत: आकाश चोपड़ा - India  vs australia rishabh pant is like adam gilchrist says aakash chopra -  Latest News & Updates in Hindi

પંતે બીસીસીઆઈ ડોટ ટીવીને કહ્યું, “પિંક બોલથી રમતા પહેલા તે મહત્વનું હતું કે આપણે તેની સાથે પ્રેક્ટિસ મેચ રમવી જરૂરી હતી, તે સારું હતું. અમારા બોલરોએ સારી બોલિંગ કરી હતી. બેટ્સમેનોએ વિકેટ પર સમય પસાર કર્યો. મને લાગે છે કે અમે સારું પ્રદર્શન કર્યું. લાઇટ્સમાં પિંક બોલથી રમવું ખૂબ જ મુશ્કેલ છે. દિવસ દરમિયાન બોલ સ્વિંગ કરે છે, બેટિંગ વધુ સરળ બને છે.”

A Big Confidence-Booster' – Rishabh Pant After Hitting Blistering Hundred  in Practice Match - Cricket Country

રિષભ પંતે કહ્યું, “હનુમા વિહારી અને મેં ભાગીદારીની રણનીતિ બનાવી હતી. અમે આખો દિવસ બેટિંગ કરવાની યોજના બનાવી હતી. વિકેટ પર સમય પસાર કરવો જરૂરી હતો. આત્મવિશ્વાસ ધીરે ધીરે વધતો ગયો અને મેં દિવસની અંતિમ ઓવરમાં 22 રન બનાવ્યા. જ્યારે મેં છેલ્લી ઓવરમાં શોટ લગાવવાનું શરૂ કર્યું, ત્યારે વિહારીએ મને કહ્યું કે હું સદી પૂરી કરી શકું છું. સદી પૂરી થતા મને આત્મવિશ્વાસ મળશે.”

ન્યૂઝીલેન્ડે વિન્ડીઝને હરાવી ટેસ્ટ સીરીઝ કરી પોતાના નામે, ટેસ્ટ રેકિંગમાં મેળવ્યો પ્રથમ ક્રમાંંક

ભારતીય ક્રિકેેટ ટીમનાં આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, સ્ટેજ પર જ શરૂ કરી ક્રિકેટ

કે.એલ.રાહુલને લઇને આકાશ ચોપરાનું મોટુ નિવેદન, તે નહી રમી શકે પ્રથમ ટેસ્ટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…