Kheda News/ કપડવંજના અંકલયમાં યુવકનો મૃતદેહ મળ્યો, આત્મહત્યા કે હત્યા ઘુંટાતુ રહસ્ય

ખેડામાં કપડવંજના અંકલયમાં યુવકનો મૃતદેહ મળ્યો. અંકલયમાં યુવાનનો ખેતરમાંથી મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી જોવા મળી.

Top Stories Gujarat Others

Kheda News: ખેડામાં કપડવંજના અંકલયમાં યુવકનો મૃતદેહ મળ્યો. અંકલયમાં યુવાનનો ખેતરમાંથી મૃતદેહ મળતા આસપાસના વિસ્તારોમાં અરેરાટી જોવા મળી. યુવાને આત્મહત્યા કે હત્યા કરી તેને ળઈને રહસ્ય ઘુંટાયુ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આ ઘટનાની તપાસ હાથ ધરી. હાલમાં મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ સિવિલમાં ખસેડાયો.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ખેડામાં કપડવંજના અંકલયમાંથી યુવાનનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી. સ્થાનિકોએ અંકલયના ખેતરમાંથી યુવાનનો મૃતદેહ મળતા પોલીસને જાણ કરી. બનાવની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર આવી પંહોચી. પ્રાથમિક તપાસમાં યુવાન 21 વર્ષનો હોવાનું સામે આવ્યું. તેમજ યુવાનના શરીર પર કોઈપણ જાતના મારના કે અન્ય કોઈ નિશાન હાલમાં દેખાયા નથી. જો કે ખેતરમાં આવીને યુવાને આત્મહત્યા કેવી રીતે કરી તેને લઈને પણ પોલીસ અસમંજસમાં છે. જો આત્મહત્યા હોય તો હજુ સુધી પોલીસના હાથમાં કોઈપણ પ્રકારની સુસાઈડ નોટ નથી મળી. અને જો હત્યા હોય તો કોણે કરી અને કેમ કરી તેવી બાબતોને લઈને પણ સવાલ ઉદભવ્યા છે.

ખેતરમાંથી 21 વર્ષીય યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસ આ મામલાની વધુ તપાસ હાથ ધરી છે. યુવાનનું નામ મિતેશભાઇ ગોહિલ હોવાની જાણકારી મળી છે. નામની માહિતી મળ્યા બાદ પોલીસ તેના સરનામા અને સંબંધીઓની પૂરતી તપાસ કરી ઘટનાને લઈને વધુ જાણકારી મેળવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ સ્થાને તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો: ભરૂચમાં GPCBએ ઉદ્યોગોને કલોઝર નોટિસ ફટકારી

આ પણ વાંચો: સુરતમાં સુપ્રિમની અવગણના કરવા બદલ P.I. અને ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દોષી ઠેરવ્યા