Surat News: સુરતની સ્મિમેર હોસ્પિટલ (Smimer Hospital) ના રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી (Dengue) મોત થયું છે. રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી મહિલાડ ક્ટરનું મોત થયું છે. તબીબ સહિત બેના ડેંગ્યુથી મોત થયા છે. મૃત્યુ પામેલા ડોક્ટર ધારા ચાવડાને ડેન્ગ્યુ સાથે અન્ય તકલીફ પણ હતી. મહિલા ડોક્ટરને પાંચ દિવસથી તાવ આવતો હતો.
તેઓ રહેતાં હતાં તે હોસ્ટેલની આસપાસ તપાસ કરતા સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મહિલા તબીબનું મૃત્યું થતા હોસ્પિટલનાં દર્દીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે દર્દીઓમાં એવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, લોકોને સારવાર આપરા તબીબો જ સ્વસ્થ નથી તો દર્દીઓનું શું થશે. ડેન્ગ્યું થતા સ્મીમેરની રેસિડેન્ટ ડોક્ટરને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તબીબ ધારા ચાવડાનું મૃત્યું થયું હતું.
સુરતમાં ડેન્ગ્યુ અને તાવનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ડેન્ગ્યુંનાં કારે સ્મીમેર હોસ્પિટલનાં તબીબનું પણ મોત થયું છે. 1 થી 12 સપ્ટેમ્બર સુધી ડેન્ગ્યુનાં 39 અને મેલેરીયાનાં 55 કેસ સામે આવ્યા હતા. જૂન મહિનાથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે.SMC માં 1500 જેટલા આરોગ્ય કર્મચારીઓ કાર્યરત છે. જેમાંથી 900 જેટલા કર્મચારીઓ હાઉસ ટુ હાઉસ સર્વે કરી રહ્યા છે. તેમજ 686 જેટલો સર્વેલન્સ સ્ટાફ પણ છે.
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગ દ્વારા ત્રણ મહિનામાં 26.60 લાખ જેટલા ઘરોમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 68 સ્થળોએ મચ્છરોનું બ્રિડીંગ મળી આવ્યું હતું. 8000 જેટલી નોટીસ આપી કુલ રૂપિયા 22.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં 631 બાંધકામ સાઈટ પર સર્વે કરવામાં આવ્યો હતો. અને 400 સાઈડને નોટિસ આપી તેમની પાસેથી કુલ રૂપિયા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. સૌથી વધુ કેસ ખાસ કરીને ડિંડોલી, ઉધના, પાંડેસરા, બામરોલી વિસ્તારમાંથી નોંધાયા હતા.
આ પણ વાંચો: જામનગર/ એમબીબીએસની વિદ્યાર્થીનીનું ડેન્ગ્યુથી મોત
આ પણ વાંચો: મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વકર્યો, ડેન્ગ્યુથી 11 વર્ષની બાળકીનું મોત