મેરઠ/ એક બિલાડીનાં કારણે બે પક્ષો વચ્ચે થઇ મારામારી, 2 મહિલાઓ સહિત 8 લોકો ઈજાગ્રસ્ત

આજનાં સમયમાં લોકો કૂતરા અને બિલાડીને પાળવાનું વધુ પસંદ કરે છે. ત્યારે આ પાલતુ પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે તે પણ તેઓ ધ્યાન રાખતા હોય છે પરંતુ ઘણીવાર આ પાલતુ પ્રાણી અન્ય લોકો માટે મુસિબતનું કારણ બની જતા હોય છે.

India
બિલાડીનાં કારણે થઇ મારામારી

આજનાં સમયમાં લોકો કૂતરા અને બિલાડીને પાળવાનું વધુ પસંદ કરે છે. ત્યારે આ પાલતુ પ્રાણીઓને કોઇ તકલીફ ન પડે તે પણ તેઓ ધ્યાન રાખતા હોય છે પરંતુ ઘણીવાર આ પાલતુ પ્રાણી અન્ય લોકો માટે મુસિબતનું કારણ બની જતા હોય છે, આવુ જ કઇંક મેરઠમાં બન્યુ હતુ, જ્યા એક બિલાડીનાં કારણે બે પક્ષો વચ્ચે મારામારી થઇ હતી.

11 2022 01 03T093815.517 એક બિલાડીનાં કારણે બે પક્ષો વચ્ચે થઇ મારામારી, 2 મહિલાઓ સહિત 8 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – સુરેન્દ્રનગર /  લીંબડી હાઈવે પર ઝુંપડપટ્ટી મા રહેતી મહિલા ના મૃત્યુ ના કારણ પરથી પીએમ રીપોર્ટ બાદ પડદો ઉઠ્યો

આપને જણાવી દઇએ કે, એક બિલાડીનાં કારણે બે પક્ષો એકબીજા પર એટલા ગુસ્સે થઇ ગયા હતા કે વાત મારામારી પર આવી ગઇ હતી. હવે તમે પણ વિચારતા હશો કે આવુ કયા કારણોસર બન્યુ તો અમે તમને જણાવી દઇએ કે, આ ઘટના મેરઠમાં લિસારી ગેટનાં શાલીમાર ગાર્ડનમાં પાળતુ બિલાડીની છે, જેના કરડવાને લઈને બન્ને પક્ષો વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો હતો અને આ મારામારીમાં બે મહિલાઓ સહિત આઠ લોકો ઘાયલ થયા હતા. બન્ને પક્ષે સામસામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સંઘર્ષનું મૂળ કારણ બિલાડી હોવાનુ કહેવાય છે કે જેને રફીક નામનાં એક શખ્સે પાળી છે, રફીક શાલીમાર ગાર્ડન ગલી-5માં રહે છે. તેણે પોતાના ઘરમાં 8-10 બિલાડીઓ પાળી છે. આ પૈકીની એક બિલાડીએ 8 દિવસ પહેલા મહોલ્લામાં રહેતા શહજાદની પુત્રી આયેશા પર હુમલો કર્યો હતો. જેનો શહજાદ પક્ષે વિરોધ કર્યો હતો. રવિવારે બપોરે રફીકની બિલાડી ફરી શહઝાદનાં ઘરમાં ઘુસી ગઈ હતી અને તેની પત્ની સાયમા પર હુમલો કર્યો હતો અને તેની ઘાયલ કરી હતી. આ બાબતને લઈને શ્યામા અને તેની પુત્રી રફીકનાં ઘરે ગયા હતા. આરોપ છે કે રફીકનાં પુત્રો સાજીદ, આબિદ અને આઝાદે સાયમાને ખૂબ માર માર્યો હતો.

11 2022 01 03T093509.608 એક બિલાડીનાં કારણે બે પક્ષો વચ્ચે થઇ મારામારી, 2 મહિલાઓ સહિત 8 લોકો ઈજાગ્રસ્ત

આ પણ વાંચો – સાવધાન! / સતત વધતા કોરોનાનાં કેસે આપ્યો પ્રતિબંધને આવકારો, હેર સલૂન અને બ્યૂટી પાર્લર માટે જાહેર નવી ગાઈડલાઈન

બચાવમાં આવેલી આયેશાને પણ બેફામ માર મારવામાં આવ્યો હતો. જીવ બચાવવા મા-દીકરી પાડોશી સાબીરનાં ઘરમાં ઘુસી ગયા હતા. જેના પર આરોપી બન્નેને ઘસેડીને રોડ પર ખેંચી ગયો હતો. આ પછી વિસ્તારનાં લોકો માતા-પુત્રીની મદદ માટે આવ્યા હતા. સ્થાનિક લોકોએ રફીકનાં પુત્રોને ભારે માર માર્યો હતો. આ હંગામામાં વિસ્તારનાં બે યુવકો સાયમા, તેની પુત્રી આયેશા, ફૈમ અને ફૈઝલ, કરિયાણાની દુકાન ચલાવતા અઝીમને ઈજા થઈ હતી. આ ઉપરાંત સાજીદ, આબિદ અને આઝાદ નામનાં ત્રણેય ભાઈઓને ઈજા થઈ હતી. તમામને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બન્ને પક્ષોએ સામસામે આક્ષેપો કરી ફરિયાદ નોંધાવી છે. સીઓ કોતવાલી અરવિંદ ચૌરસિયાએ જણાવ્યું કે, ઘટના અંગે માહિતી મળી છે. પોલીસને તપાસનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મામલામાં કેટલાક લોકોનો એક વીડિયો પણ સામે આવી રહ્યો છે, જેને પોલીસ એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. કાર્યવાહી કરવામાં આવશે.