OMG!/ પાકિસ્તાનની લાહોર યુનિવર્સિટિમાં છોકરીએ જાહેરમાં કર્યો બોયફ્રેંડને પ્રપોઝ, જાણો પછી શું થયું?

સામાન્ય રીતે વિદ્યાર્થી શાળાથી નિકળીને કોલેજ પહોંચે છે ત્યારે એક અલગ જ વાતાવરણ જોવા મળી જાય છે.

Ajab Gajab News

સામાન્ય રીતે વિદ્યાર્થી શાળાથી નિકળીને કોલેજ પહોંચે છે ત્યારે એક અલગ જ વાતાવરણ જોવા મળી જાય છે. જ્યા શાળાઓમાં માત્ર ભણતર પર વધુ ભાર આપવામાં આવતો હતો, ત્યારે કોલેજમાં વિદ્યાર્થીઓ દરેક પ્રકારની પ્રવૃત્તિઓ કરતા જોવા મળી જાય છે. તમે એકવાર કોલેજમાં આવો ત્યારે બોયફ્રેંડ-ગલફ્રેન્ડ જેવુ વાતાવરણ જોવા મળતું હોય છે. આજની પેઢી પશ્ચિમી સંસ્કૃતિને વધુ અનુંસરતી જોવા મળે છે. ત્યારે પાકિસ્તાનનાં એક યુનિવર્સિટી કેમ્પસમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને પ્રપોઝ કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે.

નરસંહાર / મ્યાનમારમાં જલિયાવાલા બાગનું પુનરાવર્તન, નિર્દોશ લોકો પર સેના દ્વારા અંધાધૂધ ફાયરિંગ

વિદ્યાર્થીએ એકબીજાને ભેટીને પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી. વીડિયો વાયરલ થતા યુનિવર્સિટીએ આ પ્રેમી પંખીડાઓને દંડ ફટકારતા તેમને હાંકી કાઢ્યા છે. બંનેને શુક્રવારે લાહોર યુનિવર્સિટીની વિશેષ શિસ્ત સમિતિ દ્વારા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પહોંચ્યા ન હોતા. યુનિવર્સિટિએ આ બને વિદ્યાર્થીઓને જાહેરમાં ખરાબ વર્તન કરવા બદલ પ્રવેશ આપવાની મનાઇ કરી છે. તેમનો આ વીડિયો ખૂબ જ વાયરલ થતો જોવા મળી રહયો છે.

વિરોધ પ્રદર્શન / ફ્રેન્ચ ઓસ્કર સેરેમનીમાં Nude થઇ એક્ટ્રેસ, સરકાર વિરુદ્ધ લગાવ્યા નારા

શું છે આ વાયરલ વીડિયોમાં?

વીડિયોમાં છોકરી ઘૂટણથી નીચે બેસીને છોકરાને ફૂલોનો ગુલદસ્તો આપતા પ્રપોઝ કરે છે. છોકરો ફૂલોનો ગુલદસ્તો લઈને તેને ગળે મળે છે. બાકીનાં સહમિત્રો તેને હોંસલો આપતા હતા. આ પ્રપોઝનો વીડિયો ટ્વિટરમાં ખૂબ જ વાઇરલ તેમજ ટોપમાં જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયામાં એક વ્યક્તિએ આ વીડિયોની સરખામણી મહોબ્બતે ફિલ્મ સાથે કરી છે. તેમજ પૂર્વ પ્રધાનમંત્રી બેનર્જી ભુટ્ટોની છોકરીએ આ બનેની સામે જે યુનિવર્સિટિએ કાર્યવહી હાથ ધરી તે બકવાસ છે તેમ કહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…