ગુજરાત/ મંદિરમાં સેવા આપવા જતી તરુણીની છેડતી કરાઈ, રત્નકલાકારની કરાઈ ધરપકડ

મંદિરમાં સેવા આપવા જતી હતી તરુણીની છેડતી કરાઈ. યુવાને બાઈક ખરાબ થઈ ગયુ હોવાનું કહી તરુણીને હેન્ડલ પકડવા કીધું.

Top Stories Gujarat Surat
Beginners guide to 2024 05 25T134343.294 મંદિરમાં સેવા આપવા જતી તરુણીની છેડતી કરાઈ, રત્નકલાકારની કરાઈ ધરપકડ

સુરત: મંદિરમાં સેવા આપવા જતી હતી તરુણીની છેડતી કરાઈ. યુવાને બાઈક ખરાબ થઈ ગયુ હોવાનું કહી તરુણીને હેન્ડલ પકડવા કીધું. તરુણીએ હેન્ડલ પકડ્યું હતું ત્યારે યુવાન તરુણીને અડપલા કરવા લાગ્યો. બાદમાં યુવતીએ ઘરે જઈ યુવાનની આ હરકત જણાવી. પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે પોલીસે છેલબટાઉ યુવકની ધરપકડ કરી.

સુરતમાં યુવતીની છેડતી કરાઈની ફરિયાદ મળતા પોલીસે તપાસ હાથ ધરી. તરુણીના પરિવારની ફરિયાદના આધારે કાર્યવાહી કરતા પોલીસે 200 કેમેરા તપાસી આરોપીની ધરપકડ કરી. તપાસમાં આરોપીનું નામ સંદીપ હોવાનું સામે આવ્યું. પોલીસે સંદીપની ઓલપાડથી ધરપકડ કરી અને તે અપરિણીત હોવાનું માલૂમ પડ્યું. પોલીસે મંદિર જતી તરુણીની છેડતી કરનાર સંદીપની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરમાં કોલેજ જતી યુવતીઓ અને બાળકીઓની છેલબટાઉ યુવક દ્વારા છેડતી કરવામાં આવી રહી છે. હવે પોલીસ પણ આવા મામલાની નોંધ લેતા કાર્યવાહી હાથ ધરવા લાગી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચંપારણમાં જતા પહેલા CM યોગી આદિત્યનાથનું હેલિકોપ્ટર રસ્તામાં ખોવાયું, પાયલોટની સમયસૂચકતા

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ આજે આરામાં કરશે જાહેરસભા અને રેલી, મંત્રી અને સાંસદોનો થશે જમાવડો

આ પણ વાંચો:અંબાલાથી વૈષ્ણોદેવીના દર્શન જતી મીની બસનો થયો ભયંકર અકસ્માત, 7ના મોત અને 20 ઘાયલ