ભારે વરસાદને કારણે દાર્જિલિંગમાં દૂડિયા આયર્ન બ્રિજ તૂટી પડ્યો, જેમાં છ લોકોના મોત થયા. સ્થાનિક વહીવટીતંત્રે બચાવ પ્રયાસો તેજ કર્યા છે, પરંતુ ભૂસ્ખલન અને પૂરના ભયને કારણે બચાવ ટીમોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
બારે વરસાદને કારણે છ લોકોના મોત
દાર્જિલિંગમાં, સતત વરસાદને કારણે મિરિક વિસ્તારમાં દૂડિયા આયર્ન બ્રિજ તૂટી પડતાં છ લોકોના મોત થયા હતા. આ પુલ મિરિક અને આસપાસના વિસ્તારોને સિલિગુડી-કુર્સિઓંગ સાથે જોડતો હતો. ભારે વરસાદને કારણે થયેલા આ અકસ્માતને કારણે વિસ્તારમાં વ્યાપક ગભરાટ ફેલાયો છે. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. જોકે, ભૂસ્ખલન અને પૂરનો ભય બચાવ કામગીરીમાં અવરોધ ઉભો કરી રહ્યો છે.
વાહનવ્યવહાર ખોરવાયો, વૈકલ્પિક રસ્તો પણ બંધ
ધરાશાયી થયેલો આ બ્રિજ સિલીગુડી અને મીરિકને જોડતો એક મુખ્ય માર્ગ હતો. બ્રિજ તૂટી પડવાને કારણે આ માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. બીજી તરફ સિક્કિમ થઈને જતો નેશનલ હાઈવે નંબર 717E પર પણ ભારે ભૂસ્ખલન થવાને કારણે ચક્કાજામ સર્જાયો છે. આ મુખ્ય માર્ગ બંધ થતાં મુસાફરી માટેનો વૈકલ્પિક રસ્તો પણ ઠપ થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો:દિલ્હી-NCRમાં ભારે વરસાદની ચેતવણી, IMDએ યલો એલર્ટ જારી કર્યું
આ પણ વાંચો:વરસાદ વચ્ચે વડોદરાના શેરી ગરબા સદાબહાર, પરંપરાગત ભક્તિભાવથી ઉજવાઈ આઠમની રાત…
આ પણ વાંચો:દિલ્હી NCRમાં ભીષણ ગરમીથી ઝઝૂમી રહેલા લોકોને મળી રાહત, ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો
