Viral Video/ પતંગ સાથે આકાશમાં ઉડયો એક વ્યક્તિ, વીડિયોમાં જુઓ પછી શું થયું

એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પતંગ લઈને હવામાં ઉડી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ પતંગની દોરી પકડીને ખૂબ દૂર સુધી ઉડે છે.

Videos
પતંગ

તમે આકાશમાં અનેક રંગબેરંગી પતંગો ઉડતા જોયા હશે. કેટલીકવાર લોકો મજાકમાં પતંગ ઉડાડનારને પતંગ સાથે ન ઉડાડવા માટે કહે છે પરંતુ આશ્ચર્ય થાય છે કે આવું ક્યારેય બને છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પતંગ લઈને હવામાં ઉડી રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિ પતંગની દોરી પકડીને ખૂબ દૂર સુધી ઉડે છે. લાંબા સમય સુધી હવામાં રહ્યા પછી, તેના મિત્રો તેને કોઈક રીતે નીચે લાવવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તે જમીનથી થોડો ઉપર રહે છે, ત્યારે તે પોતાનો હાથ છોડીને જમીન પર પડી જાય છે.

આ પણ વાંચો :છપ્પર ફાડીને સાંતાની એન્ટ્રી, અંદાજ જોઈને દંગ રહી ગયા લોકો , જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો શ્રીલંકાના જાફનાનો છે. ઈન્ડિયા ટુડેના જણાવ્યા અનુસાર તાજેતરમાં શ્રીલંકાના જાફનામાં પતંગ ઉડાડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્યારે થયું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ આ વ્યક્તિ જ્યૂટની રસ્સીમાં એક મોટો પતંગ બાંધવાની કોશિશ કરી રહ્યો હતો. પતંગ પહેલા તો ઉડે છે પરંતુ થોડીવારમાં તે વ્યક્તિ પણ પતંગ સાથે ઉડવા લાગે છે. આ નજારો જોઈને પતંગ ઉડાવી રહેલા અન્ય લોકોને તો કઈ સમજમાં જ નથી આવતું. જેવો તે વ્યક્તિ થોડો નીચે  આવે છે કે તે ધમ્મ દઈને નીચે કૂદે છે.

આ પણ વાંચો :વાળમાં સાપ બાંધીને ખરીદી કરવા નીકળી મહિલા, જુઓ આ ખતરનાક વીડિયો

વ્યક્તિને આ રીતે હવામાં ઉડતો જોઈને બધા દંગ રહી ગયા. તે માણસ જમીન પરથી ઉપર આવીને હાથ છોડવા તૈયાર નહોતો. વીડિયોમાં તેના અન્ય સાથીદારો તેને કહેતા સાંભળી શકાય છે કે જો તે દોરડું નહીં છોડે તો તે ઉપરના માળે જશે. જ્યારે ટીમના સભ્યોએ પતંગને પાછી ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યારે તે વ્યક્તિ દોરડું છોડીને જમીન પર પડ્યો હતો.

આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. જણાવી દઈએ કે દર વર્ષે શ્રીલંકાના જાફનામાં થાઈ પોંગલના અવસર પર પતંગ ઉડાડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસર પર, લોકો ઘણી મોટી પતંગ ઉડાવે છે, જે દર્શકોની ભારે ભીડને આકર્ષે છે.

આ ચોંકાવનારો વીડિયો Sri Lanka Tweet  નામના એક યૂઝરે શેર કર્યો છે. વીડિયો શ્રીલંકાના જાફનાનો હોવાનું કહેવાય છે. ટ્વીટમાં જણાવાયું છે કે પતંગબાજી કરતી વખતે ઉડી ગયેલી વ્યક્તિનો યેનકેન રીતે જીવ બચ્યો. જો કે તેને થોડી ઈજા જરૂર થઈ છે.

આ પણ વાંચો : પ્રસ્તુત છે પારલે જી બિસ્કીટની બરફી, વીડિયો જોઈને લોકો થઈ રહ્યા છે ભાવુક

આ પણ વાંચો : પેંગ્વિને બરફમાં એક બીજા સાથે મળીને કરી ખૂબ મસ્તી, વીડિયો જોઈને હસી રહ્યા છે લોકો

આ પણ વાંચો :પૌવા વેચીને આ વૃદ્ધે પોતાની દવા માટે ભેગા કરે છે પૈસા, જોઈને તમારી આંખો પણ થઈ જશે ભીની