Madhya Pradesh News: મધ્યપ્રદેશના દેવાસ જિલ્લામાં શુક્રવારે મોડી રાત્રે એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 લોકોના મોત થયા છે. આ ઘટના દેવાસ શહેરના નયાપુરા વિસ્તારમાં બની હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોમાં પતિ, પત્ની અને બે બાળકોનો સમાવેશ થાય છે. ઘરના ભોંયતળિયે જ એક ડેરી ચાલતી હતી, જેમાં આગ ફાટી નીકળી હતી અને ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
થોડીવારમાં આગ આખા બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બીજા માળે રહેતા પતિ, પત્ની અને બે બાળકોના કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોની ઓળખ દિનેશ, તેની પત્ની ગાયત્રી, પુત્રી ઈશિકા અને પુત્ર ચિરાગ તરીકે થઈ છે. દિનેશ વ્યવસાયે સુથાર હતો અને ઘરના ગ્રાઉન્ડ ફ્લોર પર ડેરી પણ ચલાવતો હતો. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.
આ પણ વાંચો:મધ્યપ્રદેશના ભોપાલની દર્દનાક ઘટના, નિવૃત્ત ડીજીપીના પુત્રની આત્મહત્યા
આ પણ વાંચો:પહેલા મધ્યપ્રદેશ-છત્તીસગઢ, હવે હરિયાણા… શું મહારાષ્ટ્ર અને ઝારખંડમાં પણ ભાજપને ‘મફત’નો લાભ મળશે?
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, ઓટો સાથે ટ્રકની ટક્કર, 7ના મોત, 3 ઘાયલ
