ગુજરાત/ અમદાવાદના ગોમતીપુરમાં બે લોકોની થઈ હત્યા, ગુનાખોરીનું પ્રમાણ વધ્યું

અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો. ગોમતીપુરમાં બે લોકોની હત્યા કરવામાં આવી.

Top Stories Ahmedabad Gujarat
Cricket Tutorials YouTube Thumbnail 32 અમદાવાદના ગોમતીપુરમાં બે લોકોની થઈ હત્યા, ગુનાખોરીનું પ્રમાણ વધ્યું

અમદાવાદમાં ખૂની ખેલ ખેલાયો. ગોમતીપુરમાં બે લોકોની હત્યા કરવામાં આવી. ગોમતીપુર વિસ્તારમાં અજાણ્યા શખ્સ દ્વારા કેટલાક લોકો પર હુમલો હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. હત્યા મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગતમાં શહેરમાં હાથીખાઈ ગાર્ડન નજીક અજાણ્યા વ્યક્તિએ અંગત અદાવત રાખી બે શખ્સ પર હુમલો કર્યો. આ હુમલો એટલો ગંભીર હતો કે તેમનું મોત નિપજયું. શહેરમાં મોડી રાત્રે સમીર અને કમિલ નામના શખ્સોએ તલવારના ઘા મારિ સબરેજ પઠાણ નામના વ્યક્તિની હત્યા કરી. આ હુમલામાં અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે. જ્યારે હત્યા કરનાર આરોપી સમીર અને કમિલ સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

શહેરમાં દિવસને દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. અનેક વખત ડ્રગ્સ પકડાયાના કિસ્સા સામે આવી રહ્યા છે. તો સામાન્ય બાબતમાં લોકોમાં ઝગડા વધી રહ્યા છે. જેના કારણે લોકો અંગત અદાવત રાખી ઘાતકી હુમલા કરવા લાગ્યા છે. પરિણામે હત્યાના બનાવો પણ વધ્યા છે. લોકોમાં આક્રોશ અને ગુસ્સાનું પ્રમાણ વધ્યું છે. શાંતિના પ્રણેતા ગાંધીના અમદાવાદમાં માહોલ અશાંત થઈ રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં 44 જેટલા મોટા સર્કલને નાના કરાશે, ટ્રાફિક સમસ્યા દૂર કરવા નવતર પ્રયોગ

આ પણ વાંચો: ભાવનગર શહેરમાં ફાયર સેફ્ટી વિહોણી 44 કચેરીઓને નોટિસ ફટકારાઈ

આ પણ વાંચો: મહુવામાં સરકારી અનાજના ગોડાઉનમાં થઈ લાખો રૂપિયાની ચોરી

આ પણ વાંચો: જામનગરના ધાર્મિક સ્થળોનું બાંધકામ પોલીસ અને મ.ન.પા.એ દૂર કર્યું