lovejehad/ હિન્દુ સગીરાને ધમકાવી અનેક વખત દુષ્કર્મ કરતો વિધર્મી યુવક

લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારીના ખેરગામ ગામના વિધર્મી રીઢા ગુનેગારે હિન્દુ સગીરાને ધમકાવી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે તેની સાથે લગ્ન કરવા હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહી, હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય એટલે પોતાના હિન્દુ મિત્ર સાથે પીડિત સગીરાના લગ્ન કરાવી, તેને પોતાની સાથે લઈ ગયો હતો.

Gujarat Surat
Love jihad હિન્દુ સગીરાને ધમકાવી અનેક વખત દુષ્કર્મ કરતો વિધર્મી યુવક

લવ જેહાદનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. Lovejehad નવસારીના ખેરગામ ગામના વિધર્મી રીઢા ગુનેગારે હિન્દુ સગીરાને ધમકાવી તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે તેની સાથે લગ્ન કરવા હોય તો ઇસ્લામ કબૂલ કરવા કહી, હિન્દુ મુસ્લિમ વિવાદ ન થાય એટલે પોતાના હિન્દુ મિત્ર સાથે પીડિત સગીરાના લગ્ન કરાવી, તેને પોતાની સાથે લઈ ગયો હતો. જોકે સમગ્ર પ્રકરણમાં અન્ય યુવતીઓ સાથે પણ પરીણીત વિધર્મીના સંબંધો હોવાથી સગીરાએ વિધર્મીનો વિરોધ કરી ખેરગામ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ આરંભી છે.

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની Lovejehad સગીરાને વર્ષ 2019 ના ફેબ્રુઆરીથી ખેરગામના પરિણીત વિધર્મી અસીમ નિઝામ શેખે બજારમાં આવતા જતા તેનો પીછો કરી તેની સાથે મિત્રતા કેળવવા કોઈકની પાસેથી તેનો મોબાઈલ નંબર મેળવી તેને મેસેજ, ફોન કરીને તેને ધમકાવી મિત્રતા કેળવી હતી. બાદમાં બજારમાં તેને અટકાવી તેની છેડતી કરી, સગીરાને પ્રેમ સંબંધ બાંધવા દબાણ કરતો હતો. અસીમથી કંટાળી યુવાન વયે પહોંચેલી પીડિતા અભ્યાસ અર્થે વડોદરા ગઈ, તો ત્યાં તેની પાસે પહોંચી તેને તાબે ન થાય, તો તેને મારી, પોતે પણ મરી જવાની વાત કરી પીડિતાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં તેને મિત્રના ઘરે લઈ જઈ ભોળવીને તેની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી.

બીજી તરફ પીડિતા ઇસ્લામ કબૂલ કરે તો Lovejehad લગ્ન કરવાનું કહેતો હતો. દરમિયાન એકવાર ઉર્દૂમાં કંઈ બોલી પીડિતાને પોતાની બેગમ બનાવી હોવાનું જણાવ્યું હતું. આ સમય દરમિયાન અસીમ પીડિતાને વડોદરાની અલગ અલગ હોટલોમાં લઈ જઈ તેની સાથે મારપીટ કરી દુષ્કર્મ આચરતો હતો. પીડિતા વિરોધ કરે તો તેના શરીરે બચકા પણ ભરતો હતો. પીડિતા સાથેની અંગત પળોના અસીમે ફોટો અને વીડિયો પણ બનાવ્યા હતા. અસીમની કરતૂતોથી ત્રાસીને પીડિતાએ તેની આપવીતી માતા પિતાને જણાવી તો તેમણે તેનો અભ્યાસ અધૂરો છોડવી ફરી ઘરે બોલાવી તેના લગ્ન કરવાના પ્રયાસો કર્યા હતા.

પીડિતાના ભાવિ સાસુના મોબાઈલ ઉપર Lovejehad અસીમે પીડિતા સાથેની અંગત પળોના વીડિયો મોકલી લગ્ન તોડાવી નાંખ્યા હતા. જ્યારે અસીમ પીડિતાની દરેક ગતિવિધિ પર નજર રાખતો હતો. પીડિતાનું લોકેશન ટ્રેસ કરવા સાથે તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરાવ્યાથી પીડિતાએ તેની સાથે સંબંધ નહી રાખવા તેના ઘરે જઈ અસીમની પત્નીને જણાવ્યુ તો તેણે પણ કંઈ કહ્યુ ન હતું અને અસીમ સાથે ફોન પર વાત કરાવી હતી.

બાદમાં અસીમે પીડિતા સાથે લગ્ન કરે તો Lovejehad હિન્દુ મુસ્લિમ વિવાદ થવાનું કારણ ધરી એક મહિલા વકીલના માર્ગદર્શનમાં બીલીમોરાના અને મિત્ર રોનક પટેલ સાથે પીડિતાના નવસારીના મહાદેવ મંદિરમાં લગ્ન કરાવી કોર્ટ મેરેજ કરાવવાની તૈયારી કરી હતી. પરંતુ પીડિતાએ વિરોધ કરતા તેને ખેરગામ પોલીસ મથકે મૂકી ગયો હતો, જ્યાંથી પોલીસે પીડિતાને તેના માતા પિતાને સોંપી હતી. દરમિયાન માથાભારે પરિવાર અને ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસીમ નિઝામ શેખ સામે પીડિતાએ ફરિયાદ આપતા ખેરગામ પોલીસે દુષ્કર્મ, પોસ્કો સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

 

આ પણ વાંચોઃ Cricketer/ ક્રિકેટર સરફરાઝ ખાનની ભારતીય ટીમમાં પસંદગી કેમ થતી નથી?જાણો આ રહ્યા કારણો….

આ પણ વાંચોઃ Political/ તેલંગાણામાં BRSને મોટો ફટકો, એક ડઝનથી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાશે

આ પણ વાંચોઃ Lumpy Virus/ મેઘાલયમાં લમ્પી વાયરસનો કહેર, 100થી વધુ ગાયોના મોત,8 હજાર સંક્રમિત

આ પણ વાંચોઃ IMD/ દેશના અનેક રાજ્યોમાં મૂશળધાર વરસાદ,ઉત્તરાખંડમાં ભૂસ્ખલન,હવામાન વિભાગે આપી આ ચેતવણી

આ પણ વાંચોઃ Accident/ રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં મહેસાણાના ત્રણ કૌટુંબિક ભાઈઓના મોત