Bhavnagar News : રાજ્યમાં દારૂના દુષણ સાથે ચરસ ગાંજો તથા અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી સાથે સેવન વધ્યું છે. જેમાં ભાવનગરમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ભાવનગર SOGને માહિતી મળી હતી કે સાલોલી ગામની વાડીમાં ગાંજાનો જથ્થો રાખવામાં આવ્યો છે.આ માહિતીને આધારે પોલીસે સાલોલી ગામની વાડી વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી.
જેમાં જીતુ કામળીયા નામની વ્યક્તિની વાડીમાંથી ગાંજો ઝડપ્યો હતો. પોલીસે વાડીમાંથી ગાંજાના 10 નંગ લીલા છોડ કબજે કર્યા હતા. આ અંગે SOG કોન્સ્ટેબલ જયરાજસિંહ જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી.આ અંગે બગદાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવી છે. પોલીસે આરોપીને અટકમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં ધ્વજવંદન વખતે વીજશોકથી યુવાનનું મોત
આ પણ વાંચો: જામનગરમાં ગોઝારા અકસ્માતથી યુવાનનું મોત
આ પણ વાંચો: જામનગરમાં પીપર ગામના તળાવમાં ડૂબી જતાં એક યુવાનનું મોત
