Valsad/ ફ્લાઈટમાં ચોરી કરવા જતો અને ફાઈવસ્ટાર હોટેલમાં રોકાતો ધનિક ચોર ઝડપાયો

બાર ગર્લ સાથે લગ્ન-ધર્મ પરિવર્તન, ઓડી કારમાં જ ફરતો હતો

Top Stories Gujarat
Beginners guide to 2024 07 05T162402.118 ફ્લાઈટમાં ચોરી કરવા જતો અને ફાઈવસ્ટાર હોટેલમાં રોકાતો ધનિક ચોર ઝડપાયો

Valsad News :   એક કરોડના ફ્લેટમાં મંબઈમાં ભાડે રહેવું, ફ્લાઈટ વગર વિવિધ શહેરોમાં ચોરી કરવા જવું, અન્ય શહેરોમાં જઈને પણ ફાઈવસ્ટાર હોટલમાં રોકાણ કરવું, ફરવા માટે સ્પેશિયલ લાખો રૂપિયાની ચાર બંગડીવાળી ગાડી અને મહિને લાખો રૂપિયા ફક્ત ડ્રગ્સના નશામાં ઉડાવા. આ વાત સાંભળીને કોઈ અમીર બાપના નબીરાની લાગશે, પરંતુ ના આ બધી ખાસિયતો છે એક હાઇપ્રોફાઇલ ચોરની. તે અલગ અલગ રાજ્યોનાં મહાનગરોમાં પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરતો અને એ જ ચોરીના પૈસા પોતાની લકઝુરિયસ લાઈફમાં ઉડાડતો. આ ચોરની પોલીસને બાતમી મળતાં જ પોલીસે 5 દિવસની રેકી બાદ આરોપીને ઝડપી પાડ્યો અને લાઈફસ્ટાઈલ પાછળના રાજ પરથી પડદો ઊઠ્યો.
ગુજરાતના વાપીના પોશ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં મળેલા CCTV ફૂટેજના આધારે વિવિધ પોલીસની ટીમની મદદ લઈને આરોપી મુંબઈમાં રહેતો હોવાની બાતમી મળી હતી. જેને આધારે વલસાડ LCBની ટીમે અલગ અલગ વેશભૂષા ધારણ કરી શંકાસ્પદ આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેથી LCBની ટીમને 5 દિવસની ભારે જહેમત બાદ મુંબઈના પોશ વિસ્તારમાં 1 કરોડ રૂપિયાની કિંમતનો ફ્લેટ ભાડે રાખીને રહેતા અને લકઝુરિયસ લાઈફસ્ટાઇલ ધરાવતા ચોરને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. LCBની ટીમે આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતાં આરોપીએ અલગ અલગ રાજ્યોનાં મહાનગરોમાં પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
વાપીના પોશ વિસ્તારમાં દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીના CCTV ફૂટેજ ચેક કરતાં જિલ્લામાં દિવસ દરમિયાન 3 ઘરફોડ ચોરીમાં આરોપીની સંડોવણી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. વલસાડ જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્ર પોલીસની ટીમને CCTV ફૂટેજ મોકલાવી આરોપી અંગે LCBની ટીમે જરૂરી માહિતી મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ LCBના PI ઉત્સવ બારોટના નેતૃત્વમાં LCBની ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન LCBની ટીમને મુંબઈના પોશ વિસ્તારમાં આરોપીએ 1 કરોડની કિંમતનો લકઝુરિયસ ફ્લેટ ભાડે રાખી તેની પત્ની સાથે રહેતો હોવાની બાતમી મળી હતી.
LCBની ટીમે 5 દિવસ મુંબઈના પોશ વિસ્તારમાં અલગ અલગ વેશબદલો કરી આરોપીની વોચ ગોઠવી હતી. LCBની ટીમે 5 દિવસના પરિશ્રમ બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. એ બાદ પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતાં ચોરીના અનેક ગુનાનો ભેદ ઉકેલાયો હતો. આરોપી અલગ અલગ 13 રાજ્યોનાં મહાનગરોના પોશ વિસ્તારમાં આવેલા બંધ ફ્લેટ અને બંગલાઓને ટાર્ગેટ કરતો હતો. દિવસ દરમિયાન પોશ વિસ્તારમાં રેકી કરતો અને એ દરમિયાન જે ફ્લેટ કે બંગલો બંધ દેખાય અને સિક્યોરિટી ગાર્ડ ન હોય એવી સેસાયટી-એપાર્ટમેન્ટમાંથી દિવસ દરમિયાન ચોરી કરતો હતો. એ બાદ આરોપી ફ્લાઈટ મારફત અન્ય શહેર કે રાજ્યમાં જતો રહેતો હતો. વલસાડ LCBએ આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
વાપીમાં 21 દિવસ અગાઉ થયેલી રૂ.1 લાખની ઘરફોડ ચોરીની તપાસમાં જિલ્લા પોલીસે આંતરરાજ્ય બહુનામધારી મુંબઇથી એક ચોરીના આરોપીની પગેરું મેળવવા CCTV ફૂટેજ ચેક કરતાં વલસાડ જિલ્લાની 3 ચોરીમાં એક જ યુવકની સંડોવણી સામે આવતાં બોડરિંગ પોલીસની ટીમની મદદ લેવાઈ હતી. મહારાષ્ટ્ર પોલીસે આરોપીની પુષ્ટિ કરી હતી. ચોરી કરવા માટે ફ્લાઈટમાં અવરજવર કરતો હતો, સાથે હાઇફાઇ હોટલમાં રાત્રિ દરમિયાન રોકાણ કરીને બીજા દિવસે નજીકમાં આવેલા પોશ વિસ્તારમાં ચોરી કરી ફ્લાઇટ મારફત જતો રહેતો હતો. અત્યારસુધીમાં 13 રાજ્યમાં આરોપીએ 19 જેટલી ઘરફોડ ચોરીના ભેદ ઉકેલવામાં વલસાડ LCBની ટીમને સફળતા મળી છે, એમ વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી રોહિત કનુભાઈ સોલંકીના પિતાનું મૃત્યુ થયા બાદ તેની માતાએ બીજા લગ્ન કર્યા હતા. એ બાદ આરોપીનું નામ રોહિત ચેતન શેટ્ટી થયું હતું. રોહિતે મુંબઈની બાર ગર્લ સાથે લગ્ન કર્યા બાદ હિન્દુમાંથી મુસ્લિમ નામ ધારણ કરી અરહાન ચેતન શેટ્ટી નામ રાખ્યું હતું.
સોનાના અલગ અલગ દાગીના, કુલ વજન. 27.260 ગ્રામ, રૂ.1,98,979/-
ચાંદીના અલગ અલગ દાગીના, કુલ વજન 37.120 ગ્રામ,રૂ.3,310/-
આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂ.15,040/-
આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલો મોબાઇલ ફોન-1 કિં.રૂ.20 હજાર
ચોરી કરવા માટે ઉપયોગ કરતો લોખંડનો સળિયો
એક કાંડા ઘડિયાળ FOSSIL કંપનીનું કિં.રૂ.5,000/-
એક સફેદ કલરની ઓડી કંપનીની કાર નં. MH-01-BB-8783 કિં.રૂ.10 લાખ મળી કુલ કિં.રૂ.12,37,829/-


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ

આ પણ વાંચો: અંબાલાલ પટેલની ચેતવણીઃ રાજ્યમાં જુલાઈના અંત ભાગમાં પૂર આવી શકે

આ પણ વાંચો: એક વ્યક્તિ એક હોદ્દાના નિયમને અનુસરોઃ સી આર પાટીલ