હાય રે સેલ્ફી/ યુવાનને ટ્રેન સાથે સેલ્ફી મોંઘી પડી, કિંમત જીવથી ચૂકવી

નેપાળથી રોજગારી માટે સુરત આવેલા યુવકનું ટ્રેનની અડફેટે Selfie Death આવતા મોત થયું છે. ટ્રેન જોવા ગયેલા યુવકને ટ્રેન સાથે વિડીયો બનાવવો હતો અને ભાઈને વિડીયો ઉતારવા માટે મોબાઈલ આપ્યો અને તે સમયે જ ટ્રેન દુર્ઘટનામાં યુવકનું મોત થયું.

Top Stories Gujarat

નેપાળથી રોજગારી માટે સુરત આવેલા યુવકનું ટ્રેનની અડફેટે Selfie Death આવતા મોત થયું છે. ટ્રેન જોવા ગયેલા યુવકને ટ્રેન સાથે વિડીયો બનાવવો હતો અને ભાઈને વિડીયો ઉતારવા માટે મોબાઈલ આપ્યો અને તે સમયે જ ટ્રેન દુર્ઘટનામાં યુવકનું મોત થયું. આ યુવકનું નામ પ્રકાશ હોવાનું સામે આવ્યું છે અને તે નેપાળથી સુરત આવ્યો હતો.

સોશિયલ મીડિયામાં વિડીયો બનાવવાના ચક્કરમાં યુવકો જોખમી સ્ટંટ કરતા Selfie Death હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં વિડીયો બનાવવાના ચક્કરમાં નેપાળના એક યુવકનું સુરતમાં ટ્રેનની અડફેટે આવતા મોત થયું છે. આ 21 વર્ષનો યુવક નેપાળથી રોજગારી માટે સુરત આવ્યો હતો.

નેપાળમાં પરિવાર સાથે રહેતો 21 વર્ષનો યુવક પ્રકાશ બીકે રોજગારી માટે સુરત આવ્યો હતો. Selfie Death સુરતમાં તે પોતાના ભાઈ અને પિતરાઈ ભાઈ સહિત કુલ પાંચ લોકો સાથે રહેતો હતો જો કે, નેપાળમાં ટ્રેન ન હોવાના કારણે સુરતના સચિન જીઆઇડીસી નજીક આવેલ રેલવે પટરી પર પ્રકાશ નામનો યુવક પોતાના ભાઈઓ સાથે ટ્રેન જોવા ગયો હતો અને તે સમયે પ્રકાશને ટ્રેન સાથે વિડીયો બનાવવાનું મન થયું.

પ્રકાશે તેના ભાઈ અનિલને મોબાઇલ આપીને વિડીયો ઉતારવાનું કહ્યું હતું Selfie Death અને અનિલ મોબાઇલમાં સેટિંગ કરતો હતો એટલા સમયમાં જ ટ્રેન આવી અને પ્રકાશને અડફેટે લીધો. ત્યારબાદ પ્રકાશ 60થી 70 મીટર જેટલો ફંગોળાઈ ગયો હતો અને ટ્રેનની અડફેટે આવેલા પ્રકાશને ગંભીર ઈજા થઈ હતી અને ગંભીર ઈજાના કારણે પ્રકાશનું મોત થયું હતું. 10 એપ્રિલના રોજ પ્રકાશ સુરત આવ્યો હતો અને 11 એપ્રિલે ટ્રેન અકસ્માતમાં પ્રકાશનું મોત થયું હતું. પ્રકાશના મોતને લઈને પરિવારના સભ્યોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. એટલે કે સોશિયલ મીડિયા સુરતમાં એક યુવકનો ભોગ લીધો છે.

 

આ પણ વાંચોઃ રાજસ્થાન-વંદે ભારત/ રાજસ્થાનની વંદે ભારત વિશ્વની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ પેસેન્જર ટ્રેન હશે

આ પણ વાંચોઃ પંજાબ ફાયરિંગ/ પંજાબમાં ભટિંડામાં મિલિટરી સ્ટેેશન પર ફાયરિંગઃ ચારના મોત

આ પણ વાંચોઃ Lord Ram AI Picture/ ભગવાન શ્રી રામ 21 વર્ષની ઉંમરે આવા જોવાતા હતા..? સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ