પંજાબ ફાયરિંગ/ પંજાબમાં ભટિંડામાં મિલિટરી સ્ટેેશન પર ફાયરિંગઃ ચારના મોત

પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની Punjab Firing ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ઘટના સવારે 4.35 કલાકની જણાવવામાં આવી રહી છે.

Top Stories India
Punjab Firing પંજાબમાં ભટિંડામાં મિલિટરી સ્ટેેશન પર ફાયરિંગઃ ચારના મોત

પંજાબના ભટિંડામાં મિલિટરી સ્ટેશન પર ફાયરિંગની Punjab Firing ઘટના સામે આવી છે. આ ઘટનામાં 4 લોકોના મોત થયા છે. ઘટના સવારે 4.35 કલાકની જણાવવામાં આવી રહી છે. ક્વિક રિએક્શન ટીમો હાલમાં સ્ટેશન પર સક્રિય છે. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સીલ કરી દેવામાં આવ્યો છે. સર્ચ ઓપરેશન ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ફાયરિંગ બંધ થઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ઓફિસર્સ મેસની અંદર બની હતી. હાલ એ સ્પષ્ટ નથી થયું કે આ ઘટનામાં માર્યા ગયેલા સૈનિકો હતા કે નહીં.

હવે આ કોઈ આતંકવાદી હુમલો હતો કે નહી તેની પણ તપાસ ચાલી રહી છે. Punjab Firing ઉલ્લેખનીય છે કે તાજેતરના દિવસોમાં પંજાબમાં ખાલિસ્તાની જૂથો સક્રિય બન્યા છે. તેમા પણ પોલીસે ખાલિસ્તાનની ચળવળના નવા આગેવાન વારિસ દે પંજાબના અમૃતપાલસિંહ જબરજસ્ત દબાણ બનાવ્યું હોવાથી અને તેના સમર્થકોની ધરપકડ કરવામાં આવી રહી હોવાના કારણે ખાલિસ્તાની સમર્થકો નારાજ હોવાનું માનવામાં આવે છે. આમ છતાં હાલમાં કશું નિશ્ચિત કહી શકાય નહી. હાલમાં તપાસ ચાલુ છે.

 

આ પણ વાંચોઃ Lord Ram AI Picture/ ભગવાન શ્રી રામ 21 વર્ષની ઉંમરે આવા જોવાતા હતા..? સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

આ પણ વાંચોઃ Political/ મધ્યપ્રદેશમાં ભાજપના આ ધારાસભ્યે કરી બગાવત,નવી રાજકિય પાર્ટીની કરી જાહેરાત

આ પણ વાંચોઃ IPL 2023/ મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને છ વિકેટે હરાવ્યું, કેપ્ટન રોહિતની વિસ્ફોટર ઇનિંગ્સ