Ahmedabad News: ગુજરાતીઓને ડ્રગ્સના (Drugs) બંધાણી બનાવવા તળિયાના સ્તરથી કામ થઈ રહ્યુ છે. ગુજરાતના યુવાનો તો ડ્રગ્સનો શિકાર બની જ રહ્યા છે. હવે બાળકોને પણ પાછલા બારણેથી નશાના બંધાણી બનાવવાની દિશામાં પ્રયત્નો શરૂ થઈ ચૂક્યા છે. આ પ્રકારની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં જ આનો ચકચાર જગાવનાર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નાના બાળકોને અજાણતા જ ડ્રગ્સના બંધાણી બનાવી દેવામાં આવે છે.
અમદાવાદના એક જાણીતા ટોક્સિકોલોજિસ્ટે (Toxicologist) એક એવો કિસ્સો કહ્યો જે દરેક મા-બાપને કમકમાટી છૂટશે. કારણ કે, આ કિશોરોને તેમની જાણ વગર ડ્રગ્સ આપવામાં આવતું હતું. અમદાવાદમાં ધોરણ 10ના બે વિદ્યાર્થીઓ અજાણતાં કોકેઈનના વ્યસની બની ગયા હતા. જ્યારે વાલીઓએ બાળકોના વર્તનની તપાસ કરી ત્યારે આ વાત બહાર આવી હતી.
બાળકોના યુરિન ટેસ્ટમાં (Urine Test) કોકેઈનના નિશાન મળી આવતા મોટો ઘટસ્ફોટ થયો હતો. આ બાબતે પ્રકાશ પાડતા અમદાવાદના જાણીતા ટોક્સિકોલોજિસ્ટ ડો. તેજસ પ્રજાપતિએ જણાવ્યું હતું કે કિશોરના માતા-પિતા મારી પાસે આવ્યા હતા. તેણે કહ્યું કે તેના બંને બાળકો ટ્યુશન ક્લાસમાંથી પાછા ફર્યા બાદ તરત જ સૂઈ જાય છે. આ ઉપરાંત તેનો સ્વભાવ પણ ચીડિયા બની ગયો છે. કંઈપણ બોલવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે. આથી તેણે ડોક્ટરનો સંપર્ક કર્યો. તબીબે બાળકોનો યુરિન ટેસ્ટ કરાવ્યો ત્યારે જાણવા મળ્યું કે તેમને નશાની દવા આપવામાં આવી હતી.
તપાસમાં જાણવા મળ્યું કે બાળકો ટ્યુશનમાંથી ફ્રીમાં કોફી બારમાં જતા હતા. જ્યાં કોફી પીધા બાદ તેનામાં આ બદલાવ આવ્યો હતો. આ પછી બાળકોની સારવાર શરૂ કરવામાં આવી હતી. તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. દવાઓની અસર પ્રારંભિક તબક્કામાં હોવાથી, ઝડપથી રિકવરી થઈ.
આ પણ વાંચો: માફિયા સિન્ડીકેટના સભ્યના પેટમાંથી નીકળ્યું 1.3 કરોડનું કોકેઇન
આ પણ વાંચો: દક્ષિણ અમેરિકાથી ભરૂચમાં મોટી માત્રામાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું
આ પણ વાંચો: બુકિંગની ફેક વેબસાઈટ દ્વારા સસ્તા પેકેજની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ સક્રિય
