Rajkot/ કોળી સમાજમાં ભાગલા, બે અલગઅલગ રાજકીય સંમેલન યોજાયા

રાજકોટમાં સંગઠનના નામે કોળી સમાજમાં રાજકીય ભાગલા જોવા મળી રહ્યા છે. આજે શહેરમાં બે અલગ અલગ સંમેલન યોજાશે.

Top Stories Gujarat Rajkot
j3 3 કોળી સમાજમાં ભાગલા, બે અલગઅલગ રાજકીય સંમેલન યોજાયા

વિધાનસભાની ચૂંટણી આવતા સામાજિક સંગઠનો સક્રિય થયા છે. ત્યારે રાજકોટમાં કોળી સમાજમાં રાજકીય ભાગલા જોવા મળી રહ્યા છે. જ્યાં પૂર્વ સાંસદ દેવજી ફતેપરા દિવારા ન્યારી ડેમ પાસેના ફાર્મ હાઉસમાં સંમેલન યોજશે. જ્યારે કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું સંમેલન યોજ્યું હતું.

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં સામાજિક સંગઠનો સક્રિય થયા છે. રાજકોટમાં સંગઠનના નામે કોળી સમાજમાં રાજકીય ભાગલા જોવા મળી રહ્યા છે. આજે શહેરમાં બે અલગ અલગ સંમેલન યોજાશે. જેમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરા ન્યારી ડેમ પાસે આવેલા ફાર્મ હાઉસમાં મહાસંમેલન મળશે, જ્યારે કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલ ખાતે ચુવાળીયા કોળી સમાજનું સંમેલન યોજ્યું છે.

દેવજી ફતેપરાના મહાસંમેલનમાં સૌરાષ્ટ્રના કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે. કોળી સમાજને રાજકીય અને સામાજિક રીતે આગળ લાવવાનો પ્રયત્ન કરાશે. દેવજી ફતેપરાએ સ્થાપેલી વેલનાથ સેનાના નેજા હેઠળ સ્થાપેલી વેલનાથ સેનાના નેજા હેઠળ સંમેલન મળશે. બીજી તરફ કોળી સમાજના આગેવાન રણછોડ ઉધરેજાએ હેમુ ગઢવી હોલમાં ચુવાળિયા કોળી સમાજનું સંમેલનનું આયોજન કર્યું છે.

રણછોડ ઉધરેજાએ જણાવ્યું હતું કે, કોઈ ફાંટા નથી પણ વ્યક્તિગત મતભેદ હોય શકે એટલે બે બેઠકના આયોજન થયા છે. ચૂંટણી સમયે જ કેમ બધા યાદ આવે તેના જવાબમાં રણછોડ ઉધરેજાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં સમાજને અન્યાય થાય છે, પાટીદાર સમાજને એક જિલ્લામાંથી બે-બે ટિકિટ આપવામાં આવે છે તો અમારા સમાજને કેમ નહીં, સાથે રહી વિધાનસભાની ચૂંટણી લડીશું. રાજકોટમાં કોળી સમાજને મજબૂત બનાવવાના હેતુથી આજે બે અલગઅલગ સંમેલનો મળી રહ્યા છે. પરંતુ કોળી સમાજમાં રાજકીય, સામાજિક સંગઠનોને રાજકીય આગેવાનોની મદદથી સક્રિય રીતે ભાગલા પડ્યા હોય તેમ એક સમયે બે અલગ અલગ સંમેલન કરવામાં આવી રહ્યા છે.

જાફરાબાદ / 12 કલાકમાં 3 અલગ-અલગ ઘટનાઓમાં સિંહણે 6 વ્યક્તિ પર કર્યા હુમલા