Rajkot News: રાજકોટ(Rajkot)માં SNK સ્કૂલની વિદ્યાર્થીનીને સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પજવણી (Harassment) કરાતા ABVPએ સ્કૂલમાં ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માગણી કરી છે. વિદ્યાર્થીનીને સિનિયર વિદ્યાર્થીઓએ પજવણી કર્યા હોવાનો આક્ષેપ કરતા સમગ્ર મામલો સામે આવ્યો છે.
રાજકોટમાં SNK શાળાની વિદ્યાર્થીનીએ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા બસમાં પજવણી કરાતી હોવાનો આક્ષેપ કર્યો છે. ABVP એ SNK સ્કૂલ મેનેજમેન્ટ ઉપર સવાલ કરતા સમગ્ર મામલે NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ કરી ન્યાયિક તપાસની માગ કરી છે. શિક્ષણ તંત્રને લજવતો કિસ્સો SNK સ્કૂલમાં બન્યો એ નિંદનીય છે તેમ નરેન્દ્ર સોલંકીએ વખોડ્યો છે.

તેમણે શિક્ષણમંત્રી દ્વારા આ મામલે તપાસ કરાવવામાં આવે તેવી માગણી કરી છે. SNK સ્કૂલમાં રાજકીય અને ઉદ્યોપતિના બાળકો ભણે છે માટે સ્કૂલ મેનેજમેન્ટ ઘટના છુપાવવા માંગે છે, SNK સ્કૂલમાં આ પહેલા પણ RTE ના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ થતો હોય તેવી ઘટના સામે આવી છે. NSUI સમગ્ર ઘટનાને લઈને સ્કૂલ મેનેજમેન્ટ હકીકત રજૂ કરવા અપીલ કરી છે. એટલું જ નહીં NSUI આવતીકાલે SNK સ્કૂલનો ઘેરાવ કરી દેખાવ કરવાની પણ ચીમકી આપી છે.
આ બાજુ રજુઆત કરી રહેલા ABVPના આગેવાનોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. વિદ્યાર્થીનીના આક્ષેપને લઈને હવે ABVP શિક્ષણાધિકારીને રજૂઆત કરશે. ભવિષ્યમાં આવા બનાવ ન બને તેવી રજૂઆત કરાશે.
આ પણ વાંચો:અમદાવાદમાં બોપલની યુવતીની પજવણી કરનારો હરામખોર સાહિલ પકડાયો
આ પણ વાંચો:મહિલા કોન્સ્ટેબલની પજવણી કરનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
આ પણ વાંચો:ગીરના સિંહોની પજવણીનો વીડિયો વાયલર કરનારની થઇ ધરપકડ
