એન્કાઉન્ટર/ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ સેના અને પોલીસ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે.

Top Stories India
kashmir 4 કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં એક આતંકવાદી ઠાર

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં આતંકીઓએ સેના અને પોલીસ જવાનો પર ગોળીબાર કર્યો હતો. આ પછી સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો છે. આ ઘટના બારામુલ્લાના ચેરદરી વિસ્તારમાં બની હતી. માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જાવેદ વાની તરીકે થઈ છે. તેની પાસેથી એક પિસ્તોલ, એક લોડેડ મેગેઝિન અને એક પાકિસ્તાની ગ્રેનેડ મળી આવ્યો છે.

કાશ્મીર પોલીસના આઈજીએ કહ્યું- માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કુલગામના જાવેદ વાની તરીકે થઈ છે. તેણે 20 ઓક્ટોબરે વાનપોહમાં બિહારના બે મજૂરોની હત્યામાં આતંકવાદી ગુલઝારને મદદ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, જાવેદ બારામુલ્લામાં એક દુકાનદારને નિશાન બનાવવાના મિશન પર હતો.