ભારતના પશ્વિમ બંગાળમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોવાથી TMC નેતાઓ બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે, બંગાળમાં સત્તા પાર્ટીઓના નેતા વાણી ઉપયોગ કરવામાં વિવેક ભૂલી રહ્યા છે. રાજ્યના જેલ મંત્રી અખિલ ગિરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશેની વાંધાજનક ટિપ્પણી બાદ હવે રાજ્યના પૂર્વ મંત્રી અને ટીએમસી ધારાસભ્ય સાવિત્રી મિત્રાનો એક વીડિયો રાજ્યના વિરોધ પક્ષના નેતા શુભેંદુ અધિકારી દ્વારા ટ્વીટ કરવામાં આવ્યો છે, તેમા નેતા વિવાદિત નિવેદન પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પર પ્રહાર કર્યા હતા.
Following her supreme leader’s footsteps she engaged in name-calling & described Hon’ble PM & Hon’ble HM as Duryodhan & Dushasan from a political rally today at Malda.
But, her hatred for Gujaratis is incomprehensible. She labelled the people of Gujarat as traitors.
Unfortunate. pic.twitter.com/N3itfdpCfM— Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) November 27, 2022
સાવિત્રી મિત્રાએ પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તુલના દુર્યોધન અને દુશાસન સાથે કરી હતી અને કહ્યું હતું કે ભાજપના નેતાઓ પાસે મહિલાઓના કપડા ઉતારવા સિવાય બીજું કોઈ કામ નથી. જોકે ટીવી 9 હિન્દીએ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરી નથી. શુભેન્દુ અધિકારીએ સાવિત્રી મિત્રાના નિવેદનનો વીડિયો ટ્વીટ કર્યો છે અને આ અંગે ટીએમસી ધારાસભ્ય પર આકરા પ્રહારો કર્યા છે.
શુભેન્દુ અધિકારીએ ટ્વીટ કર્યું છે ,તેમાં સાવિત્રી મિત્રા પૂર્વ મંત્રી અને પશ્ચિમ બંગાળના માણિકચકના ધારાસભ્ય ઝેર ઓકી રહ્યા છે તે વીડિયોમાં જોઇ શકાય છે. એક સમયે રાજ્યકક્ષાના મંત્રી હતા. શુભેંદુ અધિકારીએ માલદામાં એક જાહેર સભામાં તેમના ભાષણના એક ભાગનો વીડિયો ટ્વીટ કર્યો હતો. શા માટે? તે વીડિયોમાં સાવિત્રી મિત્રા કહેતા સંભળાય છે કે, ‘આઝાદીની ચળવળમાં ગુજરાતીઓની કોઈ ભૂમિકા નથી. ગુજરાતીઓ અંગ્રેજોને હથિયાર સપ્લાય કરતા હતા. તૃણમૂલના ધારાસભ્ય, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન સાવિત્રી મિત્રાએ વળતો પ્રહાર કર્યો અને કહ્યું, “શુભેંદુ અધિકારી શું કહી રહ્યા છે તેનો હું જવાબ આપીશ નહીં.
