આયકર વિભાગ/ રાજકોટમાં આયકર વિભાગના દરોડામાં આરકે અને ગંગદેવ ગ્રુપના ત્યાંથી કુલ 4 કરોડ રોકડ મળી

આઇટી વિભાગના દરોડામાં એક પછી એક નામ ખુલી રહ્યા છે 11 કલાકથી વધુ સમયથી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે હજાપણ બેનામી સંપતિ કે રોકડ મળી આવે તેવી પ્રબળ શક્યતા છે 

Top Stories

રાજકોટમાં લાંબા સમયબાદ આજે આયકર વિભાગના દરોડા પડ્યા હતા જેમાં અનેક ઉધોગપતિઓ અને બિલ્ડર ગ્રુપ પર સંકજો  કસવામાં આવ્યો હતો,રાજકોટના જાણીતા બિલ્ડરો અને ઉધોગપતિના ત્યાં દરોડા પાડિને તેમના નિવાસ અને ઓફીસ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ,બેનામી સંપતિ માટે આઇટી વિભાગે તમામ જાણીતા લોકોના ત્યાં આયકર વિભાગના દરોડા પાડ્યા હતા સમગ્ર ઉધોગપતિ અને બિલ્ડર લોબીમાં એક ફફડાટ ઘૂસી ગયો હતો. રાજકોટના નામાંકિત બિલ્ડર આરકે ગ્રુપ ના ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા તદઉપરાંત અનંત ગ્પુપના ત્યાં પણ રેડ પાડિ હતી. વિક્રમ લાલવાણીના ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

રાજકોટમાં આયકર વિભાગને તપાસ દરમિયાન આરકે ગ્રુપ અને ગંગદેવ ગ્રુપના ત્યાંથી 4 કરોડ રોકડ રકમ મળી આવી હતી અને ઢગલાબધ બિનહિસાબી દસ્તાવેજો મળી આવ્યાં હતા , આઇટી વિભાગના દરોડામાં એક પછી એક નામ ખુલી રહ્યા છે 11 કલાકથી વધુ સમયથી અધિકારીઓ તપાસ કરી રહ્યા છે હજાપણ બેનામી સંપતિ કે રોકડ મળી આવે તેવી પ્રભળ શક્યતા છએ.