Not Set/ ગુજરાતના આકાશમાં જોવા મળી અનોખી વસ્તુ, સળગતો લીસોટો દેખતા ભારે કુતૂહલ

રાજ્યના આકાશમાં આજ રોજ શનિવારના દિવસે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતી જોવા મળી હતી. જેને ઘણા લોકોએ કેમેરમાંકેદ પણ કરી છે.

Top Stories Gujarat
Untitled 1 ગુજરાતના આકાશમાં જોવા મળી અનોખી વસ્તુ, સળગતો લીસોટો દેખતા ભારે કુતૂહલ
  • આકાશમાં જોવા મળી અનોખી વસ્તુ
  • જમીન તરફ સળગતી વસ્તુ પડતાં જોવા મળી
  • અમદાવાદ સહિતના જિલ્લામાં જોવા મળી વસ્તુ
  • સળગતી વસ્તુ જોઈને લોકોમાં કુતૂહલ
  • ખરતો તારો કે ઉલ્કા હોવાની સંભાવના

રાજ્યના આકાશમાં આજ રોજ શનિવારના દિવસે એક વિચિત્ર ઘટના જોવા મળી હતી. સળગતા લિસોટા જેવી કોઈ વસ્તુ જમીન તરફ આવતી જોવા મળી હતી. જેને ઘણા લોકોએ કેમેરમાંકેદ પણ કરી છે.  રાજ્યમાં અમદાવાદ, ભાવનગર, ભરૂચ, દાહોદ, પંચમહાલ, રાજકોટ, મોરબી સહીત સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં આ ઘટના જોવા મળી  છે.  આ ખગોળીય ઘટનાથી લોકોમાં કુતૂહલ ઉત્પન્ન થયું છે.

આકાશમાં ઉડતા વિમાનોની જેમ કોઈ પદાર્થ સળગતો હોય તેવું દ્રશ્ય જોવા મળતા લોકોમાં કુતૂહલ વચ્ચે આશ્ચર્ય જોવા મળ્યું હતું અને કોઈ ફાયટર પ્લેન કે પછી ઉલ્કા જેવો પદાર્થ હશે કે અન્ય કોઈ ચીજ હશે તેને લઈ તરેહ તરેહની ચર્ચાઓ થઇ રહી છે. આ સાથે જ આ ઘટન અંગે વૈજ્ઞાનિક નરોત્તમ સાહુએ જણાવ્યું કે આ ઘટનાથી લોકોએ ડરવાની જરૂર નથી. કારણ કે જો આનું કદ મોટું હોય તો કદાચ ડરવાનું કોઈ કારણ બની શકે.  ખગોળશાસ્ત્રમાં આ ઘટનાને ઉલ્કાપાત કહેવામાં આવે છે. ઉલ્કા એ સૌરમંડળમાં વેરાયેલા રેતકણ જેવડાં નાના કદથી લઇ અને વિશાળ મોટા પથ્થરનાં કદનાં ભંગારનાં કણો છે. આ પ્રકારનાં નાના મોટા પદાર્થો જ્યારે પૃથ્વીનાં ગુરૂત્વાકર્ષણને કારણે ખેંચાઇ આવે છે, ત્યારે તે વાતાવરણનાં ઘર્ષણને કારણે પોતાનાં પતન માર્ગનો પ્રકાશીત પથ એટલે કે ચમકદાર લિસોટો દર્શાવે છે, જેને સામાન્ય ભાષામાં આપણે “ખરતો તારો” કે “ઉલ્કાપાત” કહીએ છીએ. આ પદાર્થ ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભુત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને પણ ‘ઉલ્કા’ કહેવાય છે.