Bhavnagar News/ ભાવનગર જિલ્લામાં વ્યાજ ખોરનો ત્રાસ, આધેડે કર્યો આપઘાત

ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસ વધ્યો છે. વ્યાજખોરોના અતિશય ત્રાસથી આધેડ શખ્સે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી.

Top Stories Gujarat Others Breaking News

Bhavnagar News: ભાવનગર જિલ્લામાં વ્યાજખોરના ત્રાસ વધ્યો છે. વ્યાજખોરોના અતિશય ત્રાસથી આધેડ શખ્સે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી. સમગ્ર મામલે વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં વ્યાજખોરોનો આતંક વધ્યો છે. એક શખ્સે વ્યાજખોરોના ચક્કરમાં જીવ ગુમાવ્યો. ગારીયાધારના પંચરત્ન સોસાયટીના રહેવાસી આ શખ્સનું નામ જયેશભાઈ સરવૈયા હોવાનું સામે આવ્યું છે. જયેશભાઈ ત્રણ સંતાનોના પિતા છે. પરિવારની જરૂરીયાતને લઈને જયેશભાઈએ વ્યાજે પૈસા લીધા હતા. પરંતુ કોઈ કારણસર તેઓ પૈસા પરત ના કરી શકતા વ્યાજખોરો પૈસાની પઠાણી ઉઘરાણી કરવા લાગ્યા. જયેશભાઈએ પૈસા પરત ના કરતા તેઓ જાહેરમાં આબરૂ નો નીલામ કરવાની ધમકી આપતા હતા. ત્રણ સંતાનોના પિતા જયેશભાઈએ આબરૂ જવાના ડરે ઝેરી દવા ગટગટાવી મોતને વાહલુ કરી લીધું છે. સમગ્ર મામલે નટુ ભાઈ મિયાણી અને ભાવેશ ભાઈ કાત્રોડીયા વિરુદ્ધ ગારીયાધાર પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

અગાઉ પણ ભાવનગરમાં વ્યાજખોરોએ એક લેણદારને પોતાના સંકજામાં ફસાવીને વતન છોડવા પર મજબૂર કર્યો હતો. ખાસ વાત છે કે, વ્યાજખોરોનો ત્રાસ એટલો વધી ગયો કે ઉછીના નાણા પરત ના આપતા લેણદાર તેમને માનસિક સાથે શારીરિક ત્રાસ પણ આપવા લાગ્યા છે. તો કેટલાક કિસ્સામાં સમાજમાં તેમને બદનામ કરવાની પણ ધમકીઓ આપવા લાગ્યા છે. ખાસ કરીને એવા લોકો જેમને પરિવાર હોય છે તેઓ સમાજમાં બદનામ થવાના ડરે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના કારણે આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરવા લાગ્યા છે. એક સર્વેમાં પણ સામે આવ્યું છે કે દર 12 મિનિટે એક વ્યક્તિ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કરતો હોય છે. આ મામલે તંત્રની સાથે લોકોએ પણ સમજદારીભર્યું વર્તન દાખવવું જોઈએ. કારણ કે જો કોઈપણ વ્યક્તિ આ રીતે આત્મહત્યા કરે તો તેમના પૈસા પણ જાય છે અને તેઓ કોઈનું મોતનું કારણ બને છે. અને લોકોએ પણ પોતે પાછા આપી શકે તે રીતે પોતાની શક્તિ મુજબ જ પૈસા ઉધાર લેવા જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વાયુવેગે ફેલાતા ચાંદીપુરા વાયરસે 19નો ભોગ લીધો, આરોગ્ય વિભાગ સતર્ક

આ પણ વાંચો: વડોદરામાં યુવાને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં સોંપો પડી ગયો

આ પણ વાંચો: AMTS બસો અને બસ સ્ટેન્ડમાં હવે શૂટિંગ માટે કોર્પોરેશનની મંજૂરી