in Bhavnagar/ ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગ અલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી.આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી……..

Gujarat
Beginners guide to 2024 03 15T193029.771 ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

@હિરેન ચૌહાણ

ભાવનગર જિલ્લા ચુંટણી તંત્ર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના NSS યુનિટના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ હતી. શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી રેલી યોજાઇ હતી. આ રેલી માં ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી.

WhatsApp Image 2024 03 15 at 6.56.32 PM ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

ભાવનગર જિલ્લામાં મહત્તમ મતદાન થાય, મતદારો જાગૃત બને અને મતદારો અન્યને પણ મતદાન કરવા પ્રેરિત કરે તે હેતુથી અલગ અલગ મતદાન જાગૃતિના બેનર સાથે રેલી યોજાઇ હતી.આ રેલીનું પ્રસ્થાન શામળદાસ આર્ટસ કોલેજ થી વાઘાવાડી રોડ પાણીની ટાંકી સુધી યોજવામાં આવી હતી આ રેલીમાં અલગ અલગ ૧૫ કોલેજો અને ૪૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.

WhatsApp Image 2024 03 15 at 6.56.32 PM 1 ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટેની વોકાથોન રેલી યોજાઇ

આ રેલીની સાથે સાથે બહોળી સંખ્યામા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હોય ચૂંટણીમાં મતાધિકારનો અવશ્ય ઉપયોગ કરવા અંગેની પ્રતિજ્ઞા લીધી હતી. આ અવસરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એન.ચૌધરી, પ્રાંત અધિકારી  હિતેષ જણકાટ, જિલ્લા શિક્ષણ અધિકારી  હિતેન્દ્રસિંહ પઢેરીયા, એમ.કે.બી યુનિવર્સિટીના ઈ.ચા રજીસ્ટાર ભાવેશભાઈ જાની, NCC કોર્ડીનેટર ભારતસિંહ ગોહિલ, શામળદાસ આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ એમ. બી. ગાયજન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ