Not Set/ રાજ્યસભા ચેમ્બરનો દરવાજો તૂટતાં મહિલા સુરક્ષા અધિકારી ઇજાગ્રસ્ત,ટીએમસી સાંસદો પર આરોપ

રાજ્યસભા સચિવાલયે આ અંગે રિપોર્ટ મંગાવ્યો છે. આ ઘટનામાં એક મહિલા સુરક્ષા અધિકારી પણ ઘાયલ થઈ હતી

Top Stories

સંસદમાં આજે વધુ એક અપ્રિય ઘટના બની છે. સાંસદોની વર્તણૂક સંસદીય મર્યાદા ઓળંગતી હોય તેવું લાગે છે. રાજ્યસભામાં ટીએમસી સાંસદોએ રાજ્યસભા ચેમ્બરનો ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ગેટના કાચ તૂટી ગયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સસ્પેન્ડ થયેલા સાંસદ રાજ્યસભામાં પ્રવેશવા માંગતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફરજ પરના એક સુરક્ષા અધિકારીને ઈજા થઈ છે.રાજ્યસભા સચિવાલયે આ અંગે રિપોર્ટ મંગાવ્યો છે. આ ઘટનામાં એક મહિલા સુરક્ષા અધિકારી પણ ઘાયલ થઈ હતી. સચિવાલયે સુરક્ષા એજન્સી પાસેથી મહિલાની તસવીરો પણ માંગી છે. ટીએમસી સાંસદ ડોલા સેને ખુદ ટ્વિટ કર્યું હતું કે, “ગૃહને એક દિવસ માટે સ્થગિત કર્યા પછી, 4 તૃણમૂલ સાંસદો, જેઓ એક દિવસ માટે સસ્પેન્ડ હતા, તેમણે રાજ્યસભામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. અમને આમ કરવાથી રોકવામાં આવ્યા. ગૃહ દિવસ માટે સ્થગિત થયા બાદ અમારું સસ્પેન્શન સમાપ્ત થયું, અમને શા માટે રોકવામાં આવ્યા? લોકશાહી નવી નીચલા સ્તરે પહોંચી ગઇ છે.

ડોલા સેને એમ નથી  કહ્યું કે તેમણે અને અન્ય કેટલાક સાંસદોએ રાજ્યસભા ચેમ્બરના ગેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને આવી સ્થિતિમાં એક મહિલા સુરક્ષા કર્મચારી પણ ઘાયલ થઈ છે. ભાજપના સાંસદ કાંતા કર્દમે એબીપી  આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું, ‘આ પ્રતિષ્ઠાનું ઘર છે, જે દિવસથી ગૃહ ચાલે છે  તે દિવસથીજોવા મળ્યું છે કે આ લોકો અયોગ્ય વર્તન કરે છે. ટીએમસી સાંસદો સીટી વગાડીને ગૃહમાં પ્રવેશ કરે છે. મહિલાઓ સામે અયોગ્ય વર્તન સારી વાત નથી ,મહિલા સુરક્ષા કર્મીને ધક્કો મારો યોગ્ય નથી. આખો દેશ જોઈ રહ્યો છે.

આવતીકાલે અધ્યક્ષ વેંકૈયા નાયડુ આ ઘટનાની નોંધ લઈ શકે છે અને જવાબદાર સાંસદો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. આ કેસમાં રાજ્યસભા સચિવાલયે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે.