અરવલ્લી/ મોડાસામાં હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું ફિઝિકલ ટેસ્ટ બાદ થયું મોત

અરવલ્લીના મોડાસા ખાતે હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું મોત થયું હતું.  યુવકને ફિઝિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો….

Gujarat Others
હોમગાર્ડની ભરતીમાં

હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું મોત

ફિઝિકલ ટેસ્ટ બાદ છાતીમાં થયો દુખાવો

યુવકને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયો

હોસ્પિ.ના તબીબે યુવકને મૃત જાહેર કર્યો

અરવલ્લીના મોડાસા ખાતે હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું મોત થયું હતું.  યુવકને ફિઝિકલ ટેસ્ટ બાદ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો. તો યુવકના મોતને લઈ તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

આ પણ વાંચો :પ્રેમિકાના ઘર પાસે અપશબ્દ બોલતા ચાર યુવકોએ માર મારતા યુવકનું મોત

અરવલ્લી જિલાના સરડોઇ ,ટીંટોઈ અને ધનસુરા વિસ્તારના હોમગાર્ડમાં ભરતી થવા માંગતા ઉમેદવારો માટે મોડાસાના સાકરીયા ખાતે આવેલા પોલીસ ગ્રાઉન્ડ ખાતે ભરતી કેમ્પ યોજાયો હતો જેમાં ત્રણેય વિસ્તારો માઠીના 243 ઉમેદવારો ભરતીમાં જોડાવા માટે આવ્યા હતા. ત્યારે આ ભરતીમાં મોડાસા તાલુકાના મોટી ઈસરોલ પાસે આવેલા ભીલકુવા ગામનો રણજીતસિંહ રજુસિંહ પરમાર (ઉંમર 25 વર્ષ) નામનો ઉમેદવાર પણ ભરતીમાં આવ્યો હતો.

આ ઉમેદવારે ભરતીમાં ફિઝીલ ટેસ્ટ આપ્યા બાદ સર્ટિફિકેટ વેરિફિકેશન કરાવતો હતો. તેવામાં અચાનક ચક્કર આવી તબિયત લથડી હતી. જેથી સ્થળ ઉપર હાજર ડોક્ટરની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ બાદ વધુ સારવાર માટે સ્થળ ઉપર હાજર એમ્બ્યુલન્સમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે લઇ જવાયો હતો. જ્યા આ યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે યુવાનના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો હતો. મૃત્યુ પામનાર યુવક આર્થિક ગરીબ પરિસ્થિતિનો અને નિરાધાર હતો. યુવકને સંતાનમાં ત્રણ બાળકો છે. ત્યારે પરિવાર જાણો દ્વારા મૃતકના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે તેવી માંગ કરી છે

આ યુવક નોકરીની આશાએ ભરતી મેળામાં આવ્યો હતો. તેમણે નાનપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જેથી કાકાએ તેનો ઉછેર કર્યો હતો.  આ વાતની માહિતી મળતા જ યુવકના મોતના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

આપને જણાવી દઈએ કે, ગઇકાલે પાલનપુર GRD ભરતીમાં ધક્કામુક્કી સર્જાઈ હતી. પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ભરતી પ્રક્રિયા થઈ રહી છે. 600ની જગ્યા માટે 6 હજાર ઉમેદવારો ઉમટ્યા હતા. ઉમેદવારોની ભારે ભીડને પગલે અવ્યવસ્થા ઉભી થઈ હતી. હજારોની સંખ્યામાં ઉમેદવારોની ઉમટી ભીડ ઉમટી હતી. મહત્વનું છે કે ગ્રામ રક્ષદ દળ માટે 600 જેટલી જગ્યાઓ પર ઉમેદારી ભરતી પ્રક્રિયા યોજાઈ રહી છે ત્યારે તેની સામે એક હજાર જેટલા યુવકો આવી જતા ભરતી માટે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો :રિલીફ રોડ પર આવેલ કોમ્પ્લેક્ષમાં લાગી આગ, લોકો અંદર ફસાયા હોવાની આશંકા