Surat News: આ નવરાત્રિ ગુજરાતીઓ માટે ઘાતક સાબિત થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. તહેવારોની ઉજવણી વચ્ચે ગુનાખોરીના બનાવો બન્યા છે.સુરતમાં ગરબા જોવા ગયેલા યુવકની હત્યાની ઘટના સામે આવી છે. આપને જણાવી દઈએ સચીન વિસ્તારમાં રત્ન કલાકાર યુવાનની હત્યા થઇ છે. મુકેશ માલી નામનો યુવક ગરબા જોઈને મિત્ર સાથે ઊભો હતો,જ્યાં પિયુષ નાયકા અને બટકા નામના બે યુવક આવ્યા અને તેને ચપ્પુના ઘા ઝીંક્યા હતા. ત્તયાર બાદ યુવકનું મોત નીપજ્યું હતું.તમને જણાવી દઈએ પારડી ગામ પાસે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરાઇ હતી. ત્યાર બાદ 2 ઇસમો હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આ બંને હત્યારા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પહેલા અમદાવાદમાં પણ આવીજ એક ઘટના બની હતી જેમાં અંકિત નામનો વ્યક્તિ અને તેના મિત્રો અમદાવાદના વટવા વિસ્તારના ઘોડાસરમાં યશ બંગલા સામેના રોડ પર ગરબા રમવા ક્રિષ્ના પાર્કમાં ગયા હતા. ત્યાં ગરબા રમતા સમયે અંકિત તેના મિત્ર વિજય દિવાકરના ઘરે ગયો હતો. ત્યારે અમરાઈવાડીથી ગરબા રમવા આવેલા વિજયના ભત્રીજા વિકી દિવાકરે કહ્યું કે, આ અમારા ફેમિલી ગરબા છે, તમે અહીં ગરબા નહીં રમો. આમ કહેતાં બંને વચ્ચે બોલાચાલી થતાં મારામારી થઈ હતી. વિકીએ અંકિતને થપ્પડ મારી. ત્યારબાદ યશ બંગલાની સામેના રોડ પર વિજયના ભત્રીજા આરોપી વિકી, અજય અને સાળા બોબી થાપાએ અંકિતને માર માર્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો હતો અને વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે અંકિતને મારવામાં આવી રહ્યો હતો. આરોપી બોબીએ અંકિતના પેટ અને હાથ પર ચાકુ માર્યું હતું. જેના કારણે અંકિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો:સુરતના અડાજણ ખાતેથી MD ડ્રગ્સ પકડાયું
આ પણ વાંચો:સુરતમાં સાઇબર ફ્રોડ ટોળકીને બેન્ક એકાઉન્ટ કિટ સપ્લાય કરનારા હીરા દલાલની ધરપકડ
આ પણ વાંચો:સુરતના માંગરોળમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનેગાર ઝડપ્યો