Not Set/ આધાર-લીંક IRCTC એકાઉન્ટ એક મહિનામાં 12 ટિકિટ બુક કરી શકશે

ભારતીય રેલવે દ્વારા IRCTC પોર્ટલ પર ટિકિટો બુક કરવાની માસિક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે આધાર-ચકાસણી મુસાફરો માટે છ થી 12 કરી દેવામાં આવ્યો છે. આ પગલું 26 ઓકટોબરથી અમલમાં આવ્યું હતું જે રેલવે મુસાફરોને IRCTC પર ઓનલાઇન બુકિંગ એકાઉન્ટ સાથે પોતાના આધાર નંબરને લીંક કરવા અને મુસાફરોને પ્રોત્સાહિત કરવા માટે એક નવીન રીત […]

Uncategorized
news04.11.17 2 આધાર-લીંક IRCTC એકાઉન્ટ એક મહિનામાં 12 ટિકિટ બુક કરી શકશે

ભારતીય રેલવે દ્વારા IRCTC પોર્ટલ પર ટિકિટો બુક કરવાની માસિક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે જે આધાર-ચકાસણી મુસાફરો માટે છ થી 12 કરી દેવામાં આવ્યો છે. આ પગલું 26 ઓકટોબરથી અમલમાં આવ્યું હતું જે રેલવે મુસાફરોને IRCTC પર ઓનલાઇન બુકિંગ એકાઉન્ટ સાથે પોતાના આધાર નંબરને લીંક કરવા અને મુસાફરોને પ્રોત્સાહિત કરવા માટે એક નવીન રીત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

IRCTCના અધિકારીઓનું કહેવું છે કે મુસાફરો એક મહિનામાં તેમના આધાર કાર્ડને માન્ય કર્યા વગર છ ટિકિટ સુધી બુક કરાવી શકે છે. જો નંબર છ થી વધી જાય તો વપરાશકર્તાના આધાર નંબર અને મુસાફરો માંથી એકને IRCTC પોર્ટલ પર પોતાનો આધાર નંબર અપડેટ કરવો પડશે. IRCTC પોર્ટલ પરના વપરાશકર્તાઓ ‘માય પ્રોફાઇલ’ કેટેગરીમાં જઈને આધાર પર ક્લિક કર્યા બાદ પોતાના  આધાર નંબરને અપડેટ કરી શકશે. પછી એક વખતના પાસવર્ડ (OTP) ને આધાર સાથે લિંક કરાયેલા મોબાઇલ નંબર પર મોકલવામાં આવશે જે ચકાસણી માટે દાખલ કરવું જરૂરી રહેશે.